અદાણી પાવરનો નેટ પ્રોફ્ટિ 800 ટકા ઊછળી 6594 કરોડ પર રહ્યો

November 04, 2023

અદાણી જૂથની પાવર કંપની અદાણી પાવરે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6594 કરોડનો નેટ પ્રોફ્ટિ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 696 કરોડના નફની સરખામણીમાં 848 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવે છે. કંપનીના નફમાં રૂ. 1371 કરોડની ટેક્સ ક્રેડિટના વન ટાઈમ લાભનો સમાવેશ થાય છે. કંપનીની કામકાજી આવક રૂ. 12990.58 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7043.77 કરોડની સરખામણીમાં 84.42 ટકા પર જોવા મળે છે.

કંપનીના જણાવ્યા મુજબ નફમાં ડોમેસ્ટીક કોલ શોર્ટફેલના ભાગરૂપે અગાઉના સમયગાળાની આઈટમ્સના રૂ. 1125 કરોડની વન-ટાઈમ રકમનો સમાવેશ થતો હતો. કંપનીના જણાવ્યા મુજબ આવકમાં ઊંચી વૃદ્ધિનું કારણ ઊંચું વેચાણ વોલ્યુમ્સ હતું. જેમાં ગોડ્ડા પાવર પ્લાન્ટના ઊંચા યોગદાન અને ઊંચું મર્ચન્ટ વેચાણ હતું.

આયાતી કોલના નીચા ભાવને કારણે પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ આધારિત કોલ-બેઝ્ડ પ્લાન્ટમાંથી ઊંચા પાવર વેચાણે પણ સહાયતા કરી હતી. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1945 કરોડની અન્ય આવક પણ નોંધાવી હતી. જેમાં રૂ. 1656 કરોડની કેરિંગ કોસ્ટ અને લેટ પેમેન્ટ સરચાર્જનો સમાવેશ થતો હતો.

અદાણી પાવર અને તેની સબસિડિયરીઝે બીજા ક્વાર્ટરમાં 58.3 ટકાનું સરેરાશ પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 39.2 ટકા પર હતું. કંપનીનું પાવર વેચાણ વોલ્યુમ 19.1 બિલિયન યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 11 બીયુ પર હતું.