કેનેડામાં ભારતીય મૂળના શિખ વ્યવસાયીને ગોળીઓથી વિંધિ નાખ્યા
May 16, 2025

ઓન્ટોરિયો : કેનેડાના મિસેસોગાનાં ઓન્ટોરિયો શહેરમાં એક શિખ વેપારીની બેરહમીથી હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના બાજપુરના મૂળવતની મિસેસોગા રાજ્યનાં ઓન્ટોરિયોમાં એક સફળ વ્યાપારી હતા. વધુમાં જાણવા મળ્યું છે કે કેટલાક સમયથી બળજબરીથી પૈસા પડાવવા માટે તેઓ ઉપર ફોન આવતા હતા. તેઓએ આ અંગે પોલીસને માહિતી પણ આપી હતી, પરંતુ પોલીસે કોઈ પગલાં લીધાં ન હતાં.
બુધવારે હરજિતસિંહ પોતાની ઓફીસની બહાર બસની રાહ જોતા ઉભા હતા. તેઓ ઘરે જવા નીકળ્યા હતા. તેવામાં અજાણ્યા હુમલાખોરોએ તેમની ઉપર ચાર ચાર ગોળીઓ છોડી હતી તેઓ ત્યાં જ ઢળી પડય હતા. હુમલાખોરો બાઈક ઉપર એક ક્ષણમાં રવાના પણ થઇ ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે હજી સુધી તે હત્યારાઓનો કોઈ પત્તો લાગ્યો નથી, કોઇની ધરપકડ પણ થઈ નથી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે હમણાં હમણાં પૈસા વસુલીના પણ અપરાધો વધી રહ્યા છે. તેમજ નૃશંસ હત્યાઓની પણ ઘટનાઓ વધી રહી છે. ગયા મહીને હેમિલ્ટન શહેરમાં એક વિદ્યાર્થીની બસ સ્ટોપ પાસે હત્યા કરવામાં આવી હતી. ટૂંકમાં કેનેડામાં સામાન્ય માનવી વિશેષતઃ ભારતી વંશની વ્યક્તિઓ ઉપર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
Related Articles
કેનેડાની કેબિનેટમાં ભારતીયોનો દબદબો:ભારતીય મુળના 4 નેતાઓને કેનેડાની સંસદમાં મળ્યું સ્થાન
કેનેડાની કેબિનેટમાં ભારતીયોનો દબદબો:ભારત...
May 15, 2025
કેનેડામાં ભારતીય મૂળના અનીતા આનંદ સંભાળશે વિદેશ મંત્રીની જવાબદારીઃ ગીતા પર હાથ મૂકીને લીધા શપથ
કેનેડામાં ભારતીય મૂળના અનીતા આનંદ સંભાળશ...
May 14, 2025
કેનેડામાં ભારતીય મૂળના અનીતા આનંદ સંભાળશે વિદેશ મંત્રીની જવાબદારીઃ ગીતા પર હાથ મૂકીને લીધા શપથ
કેનેડામાં ભારતીય મૂળના અનીતા આનંદ સંભાળશ...
May 14, 2025
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
Trending NEWS

17 May, 2025

17 May, 2025

17 May, 2025