કેનેડામાં ભારતીય મૂળના અનીતા આનંદ સંભાળશે વિદેશ મંત્રીની જવાબદારીઃ ગીતા પર હાથ મૂકીને લીધા શપથ
May 14, 2025

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે (13 મે) પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, જેમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે.
અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલાં હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી મામલાના પડકારનો
સામનો કરી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રૂડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનીતા આનંદને મેલાની જૉલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. મેલાનીને હવે ઉદ્યોગ
મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા અનીતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.
આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે, કેનેડાના લોકોએ આ નવી સરકારને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે એક નવા આર્થિક અને સુરક્ષા સંબંધને વ્યાખ્યાયિત કરવા અને તમામ કેનેડાના લોકોને
એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા માટે જનાદેશ સાથે ચૂંટી છે. રાજા ચાર્લ્સ તૃતીય 27 મે ના દિવસે સંદને ફરી શરૂ કરવા પર કેનેડાની સરકારની પ્રાથમિકતાઓને રેખાંકિત કરતા ભાષણ આપશે.
અનીતા આનંદનો જન્મ કેંટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા-પિતા ફિઝિશિયન હતાં. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનીતાની બે બહેનો પણ છે.
Related Articles
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્ર...
Jul 30, 2025
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડ...
Jul 15, 2025
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો કરાયો
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો...
Jul 14, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
Trending NEWS

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025