ઋતિક રોશનની 'વોર 2'ને પછાડી 'કુલી' ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડની કરી બમ્પર કમાણી
August 18, 2025
સાઉથના મેગા સ્ટાર રજનીકાંતની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. 'કુલી' ફિલ્મે રિલીઝ થયાના 4 દિવસની અંદર 200 કરોડની અધધ.. કમાણી કરી લીધી. 14 ઓગસ્ટના રોજ બોલીવુડના દિગ્ગજ સ્ટાર ઋતિક રોશનની ફિલ્મ 'વોર 2' અને સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી' એકસાથે રિલીઝ થઈ હતી. પરંતુ 'વોર 2' ફિલ્મને વિવેચકો અને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જયારે બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં 'વોર 2'ને પછાડી રજનીકાંતની ફિલ્મ 'કુલી' આગળ નીકળી ગઈ છે.
કહી શકાય કે 'કુલી' ફિલ્મ દરરોજ 75 થી 80 કરોડની કમાણી કરી રહી છે. અને ફિલ્મની આ જ રફતાર રહેશે તો આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ નોંધાવી શકે છે. રજનીકાંતની ફિલ્મે 4 દિવસનીઅંદર તેનું બજેટ પણ લગભગ રિકવર કરી લીધું છે. ભારતમાં સાઉથસ્ટારની 'કુલી' ફિલ્મે ખૂબ જ મજબૂત પકડ જાળવી રહી છે. રજનીકાંતની ફિલ્મ કુલી ભારતભરમાં સુપરહિટ થતા પ્રભાસના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી છે. અત્યાર સુધીમાં રજનીકાંતની 3 ફિલ્મોએ કન્નડ સિનેમામાં 30 કરોડથી વધુ કમાણી કરી છે જ્યારે પ્રભાસની 4 ફિલ્મોએ આ સિદ્ધિ મેળવી છે.
રજનકાંતની 'કુલી' ફિલ્મેપહેલા સપ્તાહના અંતે ભારતમાં લગભગ 200 કરોડનું કલેક્શન કર્યું છે, જયારે ભારત બહાર 320 કરોડની કમાણી કરી છે. આમ, કુલી ફિલ્મના 4 દિવસના કુલ આંકડા જોઈએ તો 355 કરોડની કમાણી કરી છે. જ્યારે બીજી બાજુ યશરાજ બેનરની સૌથી મોટી ફિલ્મ 'વોર 2' પણ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 400 કરોડના ખર્ચે બનેલ 'સ્પાય યુનિવર્સ' ફિલ્મ 'વોર 2'માં ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆરના એકશન દ્રશ્યોને લઈને તેમના ફેન્સ ઘણા નિરાશ થયા. ફેન્સનું કહેવું છે કે ફિલ્મમાં ઓરિજિનલ એક્શનનો અભાવ છે. આ ફિલ્મે બજેટ રિકવર કરવા અને સુપરહિટના ટેગ માટે આ સપ્તાહમાં 500 કરોડથી વધુ કમાણી કરવી પડશે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
04 December, 2025
04 December, 2025
04 December, 2025
04 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025