BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' અમદાવાદમાં યોજાશે , 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર
December 04, 2024
અમદાવાદ : આગામી 7 ડિસેમ્બર (શનિવારે) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. આ પ્રસંગે બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ સહિત અનેક સાધુ-સંતો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગમાં છેલ્લાં બે મહિનાથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી.
આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. બીએપીએસ દ્વારા 1972માં કાર્યકર માટેનો અલગ વિભાગ તૈયાર કરાયો હતો, જેની સંખ્યા આજે લાખો કાર્યકરો સુધી પહોંચી છે. કાર્યકરોની આ પ્રથાને 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે.
આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. ત્રીજી ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
આ અંગે માહિતી આપતા બીએપીએસના બ્રહ્યવિહારી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું કે કાર્યકરો બીએપીએસની કરોડરજ્જુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરશે. બીએપીએસ 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં એક લાખ જેટલા રજિસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે, જેથી તેમનું સન્માન કરવાનો આ અવસર છે. આ ઉજવણી આધુનિક ટેકનોલોજીની મદદથી થશે, જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક અપાઈ છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરાશે.
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે એક લાખ કાર્યકરો આવશે. આ પૈકી 10 હજાર જેટલા કાર્યકરોના ઉતારા માટે મોટેરા, ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરો અને માલિકોએ તેમના ફ્લેટ અને મકાન ફાળવી આપ્યા છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બીએસપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ચોખ્ખું રાખવામાં ઓછામાં ઓછું પાણી વપરાય તેનું પણ ધ્યાન રખાયું છે. આ માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો, જેથી કુલ પાણીની સામે પાંચ ટકા પાણીનો ઉપયોગ કરીને સ્ટેડિયમની એક લાખ જેટલી બેઠક સ્વચ્છ કરી દેવાઈ.
બીએપીએસ 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'ની ઉજવણી માટે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે, ત્યારે ગુલાબની પાંખડીઓ સાથે તૈયાર કરેલા રસ્તા પરથી ખાસ વાહન પસાર થશે. તેમનું વાહન પસાર થાય ત્યારે એક વિશેષ ટેકનોલોજીની મદદથી ગુલાબી પાંખડીઓ ગોલ્ડન રંગમાં પરિવર્તિત થશે.
Related Articles
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 5 યુવકોના મોત, હાર્ટ એટેકની આશંકા
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં અચાનક બેભાન...
અમદાવાદના રિક્ષાચાલકો માટે મોટા સમાચાર, પહેલી જાન્યુઆરીથી મીટર ફરજિયાત, નહીં તો થશે કાર્યવાહી
અમદાવાદના રિક્ષાચાલકો માટે મોટા સમાચાર,...
Dec 04, 2024
કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, આખરે 10 દિવસે બાપુએ મૌન તોડી આપી ચેતવણી
કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, આખ...
Dec 04, 2024
પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આરોપી નીકળ્યો સિરિયલ કિલર
પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આ...
Dec 03, 2024
સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાયું
સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધ...
Dec 03, 2024
અંકલેશ્વર GIDCની ડીટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ, 4 શ્રમિકોના મોત
અંકલેશ્વર GIDCની ડીટોક્સ ઈન્ડિયા કંપનીમા...
Dec 03, 2024
Trending NEWS
04 December, 2024
04 December, 2024
04 December, 2024
04 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 04, 2024