બિગ બોસ 19 શો પર વરસાદનું ગ્રહણ, કલાકારો અને મીડિયાકર્મી પરેશાન

August 20, 2025

સલમાન ખાનના બિગ બોસ 19 શોને લઈને તેના ફેન્સ ઘણા આતુર છે. 24 ઓગસ્ટના રોજ બિગ બોસ 19ના પ્રીમિયરને લઈને ટીમ દ્વારા જોરદાર તૈયારીઓ થઈ રહી છે. પરંતુ હાલમાં સલમાનના બિગ બોસ 19 શો પર વરસાદનું ગ્રહણ જોવા મળ્યું છે. મુંબઈમાં અત્યારે વરસાદી તબાહીનું તાંડવ જોવા મળ્યું છે. ત્યારે આર્થિક રાજધાની કહેવાતી મુંબઈમાં જાણે દરિયો શહેરમાં આવી ગયો હોય તેવા સામે આવેલા દ્રશ્યો શહેરનો ચિતાર બતાવે છે. 

બિગ બોસ હાઉસમાં પત્રકારો માટેની મીડિયા ટૂર ઇવેન્ટ કેન્સલ થઈ છે અને પરિસ્થિતિ અનુસાર આ અંગે નિર્ણય લેવાશે. અમે મીડિયાકર્મી અને પત્રકારોને અસવુવિધા બદલ માફી માગીએ છીએ તેવું બિગ બોસ ટીમ દ્વારા કહેવામાં આવ્યું. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બિગ બોસ 19 શૂંટિગ ચાલુ છે જો કે કલાકારો બહુ મહેનત કરીને ફિલ્મ સિટીમાં શૂંટિગ માટે પહોંચી રહ્યા છે. આ સ્થાન પર ખાસુ પાણી ભરાયું છે અને તેના કારણે જ પત્રકારોને મુશ્કેલીના પડે માટે મીડિયા ટૂર કેન્સલ કરવામાં આવી.