દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
April 25, 2025

દિલ્હી : ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના મેયર બન્યા છે. તેમણે 133 મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હીના ડેપ્યુટી મેયર બન્યા છે. આ સાથે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બે વર્ષ બાદ ફરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં પાછી ફરી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ વિજયી બની છે. રાજા ઇકબાલ સિંહ ભાજપ તરફથી મેયર પદના ઉમેદવાર હતા. તેમણે જણાવ્યું કે, દિલ્હીના લોકોએ અમને શહેરની સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી સોંપી છે. AAP એ પહેલાથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે. હવે આપણે ભ્રષ્ટાચારનો અંત લાવીશું અને છેલ્લા બે વર્ષથી પડતર કામ પૂર્ણ કરીશું. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં AAPના ભૂતપૂર્વ મેયર શૈલી ઓબેરોય અને નેતા મુકેશ ગોયલે પ્રજાને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે, ભાજપે લોકશાહી પ્રક્રિયાની મજાક ઉડાવી છે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી મનદીપ સિંહે મેયર પદ માટે અને અરીબા ખાને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
- - એમસીડીમાં કુલ બેઠકો: 250
- વર્તમાન સક્રિય બેઠકો: 238 (12 બેઠકો ખાલી)
- ભાજપ: 117 (2022માં 124)
- AAP: 113 (2022માં 134)
- કોંગ્રેસ: 8
Related Articles
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી...
Apr 25, 2025
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી...
Apr 25, 2025
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્...
Apr 25, 2025
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહુલ ગાંધી
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહ...
Apr 25, 2025
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘ...
Apr 25, 2025
પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં
પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના...
Apr 25, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025