કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
April 25, 2025

શકમંદોને શોધવા ડ્રોન અને સ્નિફર ડૉગ્સની પણ મદદ લેવાઈ
કઠુઆ : આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ સુરક્ષા દળોએ ચોતરફ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાએ આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ લોકોને જોતા તુરંત પોલીસને માહિતી આપી છે. ત્યારબાદ સુરક્ષા દળના જવાનોએ તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરક્ષા દળના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓરેશન ગ્રૂપ (SOG) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આખા વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. આખા વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ અહીં આવતા-જતા તમામ લોકો પર કડક દેખરેખ રાખવાની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતા અહેવાલો મુજબ હીરાનગર સેક્ટર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલું છે. અહીં અગાઉ પણ ઘૂસણખોરીના અનેક બનાવો બન્યા હતા. સુરક્ષા એજન્સીઓને શંકાસ્પદો મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હોવાની આશંકા છે. પોલીસ અને સેનાની ટીમો સર્ચ ઓપરેશનને ખૂબ જ સાવધાનીથી અને રણનીતિક રીતે અંજામ આપી રહી છે. આ ઉપરાંત ડ્રોન અને સ્નિફર ડૉગ્સની પણ મદદ લેવાઈ છે.
Related Articles
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી...
Apr 25, 2025
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી...
Apr 25, 2025
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્...
Apr 25, 2025
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહુલ ગાંધી
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહ...
Apr 25, 2025
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રા...
Apr 25, 2025
પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં
પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના...
Apr 25, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025