પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ
April 25, 2025

દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ વિઝા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતાં પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ આપવા કહ્યું છે.
આંતકવાદીઓ દ્વારા પહલગામમાં નિર્દોષ 26 લોકોની હત્યા બદલ ભારત આતંકવાદને સમર્થન અને શરણ આપતાં પાકિસ્તાન વિરુદ્ધ સતત એક્શન લઈ રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા ઉપરાંત પાકિસ્તાનીઓને 27 એપ્રિલ સુધી ભારત ખાલી કરવા આદેશ આપ્યો છે.
તમામ રાજ્યોની સરકારને પાકિસ્તાનીઓની ઓળખ કરી તેમના વિઝા રદ કરવા અને પાછા મોકલવા આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 65 વર્ષ જૂનો સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરાર હેઠળ પાકિસ્તાનના 24 કરોડથી વધુ વસ્તીને પાણી મળે છે. વધુમાં પાકિસ્તાનના હાઇકમિશનની સંખ્યા ઘટાડવા તેમજ ભારતમાં રહેતાં પાકિસ્તાનીઓને તુરંત વતન પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે.
Related Articles
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી...
Apr 25, 2025
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી...
Apr 25, 2025
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહુલ ગાંધી
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહ...
Apr 25, 2025
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘ...
Apr 25, 2025
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રા...
Apr 25, 2025
પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં
પહલગામમાં હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના...
Apr 25, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025