પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 1500થી વધુ લોકોની અટકાયત
April 23, 2025

જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓના ભયાનક હુમલા બાદ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ હુમલા બાદ ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જવાનો દ્વારા ઓવર ગ્રાઉન્ડ વર્ક્સ તેમજ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શોધી શોધીને પકડવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળના જવાનો એક પછી એક વિસ્તારો અને જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સાથે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. ખીણમાં ચોતરફ બંદોબસ્તની સાથે તમામ પોઈન્ટો પર વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ પણ છે. ‘રાષ્ટ્રીય તપાસ એજન્સી’ (NIA – ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે.
હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે. એમાંના 18 ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM)ના, 3 હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના અને 35 ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) ના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે.
પહેલગામના હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.
Related Articles
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી...
Apr 25, 2025
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી...
Apr 25, 2025
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્...
Apr 25, 2025
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહુલ ગાંધી
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહ...
Apr 25, 2025
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘ...
Apr 25, 2025
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રા...
Apr 25, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025