પહલગામ હુમલા બાદ એક્શનમાં ભારત, આતંકી આસિફ શેખનું ઘર ઉડાવ્યું,

April 25, 2025

પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ હુસૈન થોકરના અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા ઘરને સુરક્ષાદળોએ બોમ્બથી ઉડાવી દીધુ છે. આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાતા આ આતંકી પર પહલગામમાં બેસરન ઘાટીમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાની યોજના બનાવવાની અને તેને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકીઓની મદદ કરવાનો આરોપ છે. આ હુમલામાં સામેલ બીજા સ્થાનિક આતંકી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘરને જમ્મુ કાશ્મીર પ્રશાસને બુલડોઝરથી તોડી પાડ્ય

સૂત્રોએ જણાવ્યું કે સ્ટીલ ટિપવાળી ગોળીઓ, એકે 47 રાઈફલો અને બોડજી કેમેરા પહેરેલા લશ્કર એ તૈયબાના ચાર આતંકવાદીઓના સમૂહે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પર્યટકો વચ્ચે હિન્દુઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીઓ વરસાવી. આ આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા જેમાંથી મોટાભાગના પર્યટકો હતા અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા હતા. આતંકીઓમં બે સ્થાનિકો પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક આતંકીઓની ઓળખ બિજબેહરાના આદિલ થોકર અને ત્રાલ નિવાસી આસિફ શેખ તરીકે થઈ છે. 

આદિલ 2018માં ગયો હતો પાકિસ્તાન
સૈન્ય સૂત્રોના જણાવ્યાં મુજબ આદિલે 2018માં અટારી વાઘા બોર્ડર દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પોતાના પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન તેણે ટેરર કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી અને ગત વર્ષે જમ્મુ કાશ્મીર પાછો ફર્યો હતો. પહલગામ હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કેટલાક આતંકીઓ પરસ્પર પશ્તુન ભાષામાં વાત કરતા હતા. સૂત્રોએ એ વાત પર ભાર મૂક્યો કે હુમલામાં સામેલ તમામ આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના છે. જો કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ  (TRF)એ પણ આ હુમલાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે ટીઆરએફ લશ્કર એ તૈયબાનું જ એક આતંકી સંગઠન છે. જેનો ઉપયોગ હુમલાના સ્વદેશી સમૂહના કામ તરીકે દેખાડવા માટે કરવામાં આવ્યો.