રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’
April 25, 2025

પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે (25 એપ્રિલ) કાશ્મીર ખીણની મુલાકાત લેશે અને ઈજાગ્રસ્તોની હાલત પૂછવા માટે અનંતનાગ હોસ્પિટલની મુલાકાત લેશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ અહેમદ મીરે રાહુલ ગાંધીની આવતીકાલે શ્રીનગર અને અનંતનાગની મુલાકાતની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું કે, રાહુલ શુક્રવારે શ્રીનગર પહોંચશે અને ઈજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવવા માટે અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજની મુલાકાત લેશે, જેઓની ત્યાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેઓ શ્રીનગર પાછા ફરશે અને રાજ્ય નેતૃત્વ દ્વારા આયોજિત પાર્ટી કાર્યક્રમમાં હાજરી આપશે.
તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરવાનો છે. રાહુલ ગાંધી ગુરુવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે પોતાનો અમેરિકાનો પ્રવાસ ટુંકાવી તાત્કાલીક પરત આવ્યા હતા. તેમણે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં આ આતંકવાદી હુમલા વિશે તમામ પક્ષોને માહિતી અપાઈ હતી. સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ આતંકવાદી હુમલા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને સમર્થન આપશે.
Related Articles
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો
દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી...
Apr 25, 2025
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત
પાલઘર : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી...
Apr 25, 2025
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: મુખ્યમંત્...
Apr 25, 2025
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહુલ ગાંધી
આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે - રાહ...
Apr 25, 2025
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, વિસ્તારની ઘ...
Apr 25, 2025
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રા...
Apr 25, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025