કેનેડાએ હેલ્થકેર-ટ્રેડવર્ક માટે નવી કેટેગરીમાં વિઝા આપવાનું નક્કી કર્યું

March 04, 2025

અમદાવાદ :  કેનેડા સરકારે હેલ્થકેર અને ટ્રેડ વર્કની કેટેગરીમાં હળવા નિયમો સાથે વિઝા આપવાનું નક્કી કર્યું છે. હેલ્થકેરના સેક્ટરમાં એનિમલ હેલ્થ ટેકનોલોજિસ્ટ, વેટરનરી ટેકનિશિયન, કાર્ડિયોલોજી ટેકનોલોજિસ્ટ, ડેન્ટલ હાઈજિનિસ્ટ, ડેન્ટલ થેરપિસ્ટ, , મેડિકલ ટેક્નોલોજીસ્ટ, ફાર્માસિસ્ટ, ફાર્મસી ટેકનિશિયન, સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર, સોશિયલ વર્કરને થોડા ઉદાર બનીને એન્ટ્રી આપવામાં આવશે. ૨૦૨૫ના વર્ષ માટેની એક્સપ્રેસ એન્ટ્રીમાં કેટેગરી આધારિત એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૨૫માં એક્સપ્રેસ એન્ટ્રી આપવા માટે શિક્ષણના ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતી કામ સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પણ ૨૦૨૫ની સાલમાં એક્સપ્રેસ એન્ટ્રીમાં પ્રવેશ આપવા કેનેડા સરકાર ઉત્સુક છે. ટ્રેડ વર્કરની કેટેગરીમાાં ઓઈલ એને ગેસ ડ્રિંલિંગ સર્વિસ, ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલર, પેઈન્ટર, ઇન્ટિરિયર ડેકોરેટર સિવાયના ડેકોરેટર, રુફર્સ, શિન્ગર્સ, કોન્ક્રિટ ફિનિશર, પાણીના કૂવા ડ્રિલ કરનારા, ઇલેક્ટ્રિક મિકેનિક્સ, હેવી ડયૂટી ઇક્વિપમેન્ટ મિકનિક્સ, બ્રિકલેયર્સ, કેબિન મેકર્સ, ગેસફિટર્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન વગેરોને એક્સપ્રેસ એન્ટ્રીમાં સ્થાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ઉપરોક્ત તમામ કેટેગરીમાં નવો ડ્રો કરીને ઓછામાં ઓછા મેરિટ પર પણ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બહારથી આવનારા નાગરિકોની એન્ટ્રીને નિયંત્રિત કરનાર કેનેડા સરકારે હવે થોડો ઉદાાર અભિગમ અપનાવવા માંડયો છે.