કેનેડા સરકારનો યુ ટર્ન, હવે એરપોર્ટ પર ભારતીયોની નહી થાય કડક તપાસ

November 23, 2024

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાની સરકારે તાજેતરમાં ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાની સુરક્ષા તપાસની જાહેરાત કરી હતી. જો કે હવે કેનેડાએ પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. જેથી હવે એરપોર્ટ પર ભારતીયોની કડક તપાસ નહી કરવામાં આવે.

સોમવારે કેનેડાના પરિવહન પ્રધાન અનિતા આનંદે અસ્થાયી પ્રોટોકોલની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ભારત આવતા મુસાફરો માટે સુરક્ષા તપાસ વધારવી પડશે. તેમણે કહ્યું કે નવા સુરક્ષા ઉપાયોને અત્યંત સાવધાની પૂર્વક લાગુ કરવામાં આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ સૂચના આવી છે.

હવે સરકારે નવા પ્રોટોકોલને દૂર કરવાના કારણોનો ઉલ્લેખ કર્યો નથી. કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (CATSA) દ્વારા લેવામાં આવેલા પગલાંમાં પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા એરપોર્ટ પર મુસાફરો અને સામાનની તપાસનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસા ભારતની ફ્લાઇટ્સ પર વધારાની તપાસને કારણે વિલંબ થયો અને એરપોર્ટ પર લાંબી કતારો લાગી હતી.