દીપિકા, અલ્લુ અર્જુનની ફિલ્મનું શૂટિંગ અબુધાબીમાં થશે

September 16, 2025

મુંબઇ : અલ્લુ અર્જુન તથા દીપિકા પદુકોણની ફિલ્મ 'એએટુટુએક્સએસિક્સ'નું શૂટિંગ આગામી મહિને અબુધાબીમાં થવાનું છે. તેમાં અલ્લુ તથા દીપિકા એક્શન દ્રશ્યોનું શૂટિંગ કરશે. ગયા મહિને મુંબઇમાં અલ્લૂ અર્જુને એક લાંબા શેડયુલમાં શૂટિંગકર્યું હતું. હવે બીજુ શેડયુલ ઓકટોબર મહિનામાં યુએઇમાં કરવામાં આવશે. ફિલ્મના અન્ય કલાકારોમાં રશ્મિકા મંદાના, જાહ્નવી  કપૂર તથા રામ્યા કૃષ્ણનનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમના અબુધાબી શિડયૂલ વિશે હજુ સુધી કોઈ વાત બહાર આવી નથી. એટલીની આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન હોવાનું કહેવાય છે. ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થવાની છે.