કેનેડાથી ન્યુયોર્ક જતી ફ્લાઈટના કોકપીટમાં આગ:ટેકઓફની થોડીવાર બાદ યુ-ટર્ન, ઘટનાના 18 દિવસ બાદ પાયલટનો ઓડિયો વાયરલ થયો
February 21, 2024
કેનેડાથી ન્યુયોર્ક જતી ફ્લાઈટના કોકપીટમાં આગ લાગી હતી. ટેકઓફ બાદ તરત જ ફ્લાઈટે યુ-ટર્ન લીધો અને કેનેડાના એરપોર્ટ પર લેન્ડ થઈ.
અમેરિકન મીડિયા ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, એન્ડેવર એર ફ્લાઈટ 4826 CRJ-900 74 મુસાફરોને લઈને જઈ રહી હતી. ન્યૂયોર્ક જવા માટે 3 ફેબ્રુઆરીના રોજ સવારે 6:47 કલાકે ટોરોન્ટો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. થોડીવારમાં તેની કોકપીટમાં આગ લાગી ગઈ.
થોડી જ વારમાં ફ્લાઈટે યુ-ટર્ન લીધો અને ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડ થઈ. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હવે આ ઘટના સાથે જોડાયેલો એક ઓડિયો સામે આવ્યો છે.
ઘટનાના 18 દિવસ બાદ સામે આવેલા ઓડિયોમાં પાયલોટ ઘટનાની માહિતી આપતા સંભળાય છે. તેણે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) - ઇમરજન્સીને કહ્યું. કોકપીટમાં સ્પાર્કિંગ છે. કેપ્ટનની સીટની બાજુમાં લગાવેલા વિન્ડશિલ્ડ હીટરના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ટોરોન્ટો એરપોર્ટ પર પાછા ઉતરવાની મંજૂરી આપો.
એરપોર્ટ પર રેસ્ક્યુ ટીમ તૈયાર જોવા મળી
પાયલોટે આગની જાણ થતાં જ એરપોર્ટ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવી હતી. ટીમને રનવે નજીક મોકલવામાં આવી હતી. લેન્ડિંગ બાદ પાઇલોટ્સ પ્લેનમાંથી ઉતરી ગયા હતા. તેમણે પોતાને ધુમાડાથી બચાવવા માટે માસ્ક પહેર્યો હતો. રેસ્ક્યુ ટીમે પહેલા મુસાફરોને બચાવ્યા અને પછી આગ ઓલવી. એક ફાયરમેને કહ્યું- આગ હમણાં જ લાગી હતી. લેન્ડિંગ સમયસર કરવામાં આવ્યું હતું. આગ વધુ ફેલાઈ ન હતી. તેથી મુસાફરોને કંઈ થયું નથી.
Related Articles
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીન...
કેનેડામાં 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ 'આફત' લાવશે, દેશ છોડવાનો વારો આવશે?
કેનેડામાં 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ માટે...
Dec 02, 2024
કેનેડા : ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને કોર્ટે જામીન આપી દીધા
કેનેડા : ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાન...
Nov 30, 2024
કેનેડા સરકારનો યુ ટર્ન, હવે એરપોર્ટ પર ભારતીયોની નહી થાય કડક તપાસ
કેનેડા સરકારનો યુ ટર્ન, હવે એરપોર્ટ પર ભ...
Nov 23, 2024
કેનેડાએ આશ્ચર્યજનક યુટર્ન લીધો, કહ્યું નિજ્જરની હત્યામાં મોદી, જયશંકર, કે દૉવલની સંડોવણી નથી
કેનેડાએ આશ્ચર્યજનક યુટર્ન લીધો, કહ્યું ન...
Nov 23, 2024
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને NATOમાં નવા રાજદૂતની કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને NATOમાં નવા ર...
Nov 22, 2024
Trending NEWS
10 December, 2024
10 December, 2024
10 December, 2024
10 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
Dec 09, 2024