લદ્દાખમાં રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ના શૂટિંગ દરમિયાન ફૂડ પોઇઝનિંગની ઘટના, 100થી વધુ લોકો બિમાર

August 20, 2025

લદ્દાખમાં ફિલ્મ 'ધુરંધર'ની શૂટિંગ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ફૂડ પોઇઝનિંગના કારણે 100થી વધુ લોકો બીમાર પડી ગયા છે. ઘટનાની તાત્કાલિક અસરકારક રીતે પગલાં લેતા, અસરગ્રસ્ત ટીમના સભ્યોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે શૂટિંગ સેટ પર અફરા-તફરીનો માહોલ પણ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ કેટલાંક બાળકોને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. સદનસીબે, કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર નથી થયા અને મોટા ભાગના લોકોને સોમવાર સુધી હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.હાલ આ મામલે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર વ્યક્તિગત રીતે ક્રૂના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને તેઓ તેની ખાતરી કરી રહ્યા છે કે તમામને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે.

ખાદ્ય સુરક્ષા વિભાગે ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે અને ખોરાકના નમૂનાઓ એકત્રિત કર્યા છે. શૂટિંગના સમયે સેટ પર આશરે 600 લોકો હાજર હતા. પરંતુ ફૂડ પોઇઝનિંગથી અસરગ્રસ્ત થયેલા લોકો એ ખાસ એ ગ્રુપમાં હતા જેમણે તે ખોરાક પૂરી રીતે ખાધો હતો. એ જ ખોરાક ખાધેલામાંથી મોટાભાગના લોકોને ફૂડ પોઇઝનિંગ થયુ છે. લોકો બિમાર થતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.