અમરેલીની ચાર ગ્રામ પંચાયત ભેગી કરીને ધારી પાલિકા રચાશે, ઈડર પાલિકાની હદ વધારાશે
December 01, 2024
અમરેલી : અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે. જેમાં ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવીને ધારી નગર પાલિકાની રચના કરવામાં આવશે. આમ ધારી નગર પાલિકા રાજ્યની 160મી નગર પાલિકા બનશે. આ સાથે સાબરકાંઠાની ઈડર નગર પાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહીં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.
આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારીની સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગર પાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, ધારી તાલુકાના 25 જેટલાં ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે જલ્દીથી ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે નગર પાલિકાની રચના કરવાનો હેતુ છે.
ધારીને નગર પાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે. આ સાથે નગર પાલિકાની નાગરિકલક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.
ગુજરાતમાં અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગર પાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ડ વર્ગની નગર પાલિકા ધારી નગર પાલિકાનો ઉમેરો થશે. જ્યારે મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગર પાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
Related Articles
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 5 યુવકોના મોત, હાર્ટ એટેકની આશંકા
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં અચાનક બેભાન...
BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' અમદાવાદમાં યોજાશે , 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર
BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' અમદાવાદમ...
Dec 04, 2024
અમદાવાદના રિક્ષાચાલકો માટે મોટા સમાચાર, પહેલી જાન્યુઆરીથી મીટર ફરજિયાત, નહીં તો થશે કાર્યવાહી
અમદાવાદના રિક્ષાચાલકો માટે મોટા સમાચાર,...
Dec 04, 2024
કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, આખરે 10 દિવસે બાપુએ મૌન તોડી આપી ચેતવણી
કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, આખ...
Dec 04, 2024
પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આરોપી નીકળ્યો સિરિયલ કિલર
પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આ...
Dec 03, 2024
સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાયું
સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધ...
Dec 03, 2024
Trending NEWS
04 December, 2024
04 December, 2024
04 December, 2024
04 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 04, 2024