કેનેડા જવા માંગતા લોકો માટે ગુડ ન્યૂઝ: આ ભાષાના જાણકારને સરળતાથી મળી જશે વિઝા

March 04, 2025

કેનેડા સરકારે હેલ્થકેર અને ટ્રેડ વર્કની કેટેગરીમાં હળવા નિયમો સાથે વિઝા આપવાનું નક્કી કર્યું છે. હેલ્થકેર સેક્ટરમાં એનિમલ હેલ્થ ટેકનોલૉજિસ્ટ, વેટરનરી ટેકનિશિયન, કાર્ડિયોલોજી ટેકનોલૉજિસ્ટ, ડેન્ટલ હાઈજિનિસ્ટ,
ડેન્ટલ થેરપિસ્ટ, મેડિકલ ટેકનોલૉજિસ્ટ, ફાર્માસિસ્ટ, ફાર્મસી ટેકનિશિયન, સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર, સોશિયલ વર્કરને થોડા ઉદાર બનીને એન્ટ્રી આપવામાં આવશે.

કેનેડાએ ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં વિઝા માટે કેટેગરી ઊભી કરી 
2025ના વર્ષ માટેની એક્સપ્રેસ એન્ટ્રીમાં કેટેગરી આધારિત એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2025માં એક્સપ્રેસ એન્ટ્રી આપવા માટે શિક્ષણના ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતી કામ સાથે સંકળાયેલા
કુશળ કારીગરોને પણ 2025ની સાલમાં એક્સપ્રેસ એન્ટ્રીમાં પ્રવેશ આપવા કેનેડા સરકાર ઉત્સુક છે. 

ટ્રેડ વર્કરની કેટેગરીમાં ઓઈલ એને ગેસ ડ્રિલિંગ સર્વિસ, ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલર, પેઈન્ટર, ઇન્ટિરિયર ડેકોરેટર સિવાયના ડેકોરેટર, રુફર્સ, શિન્ગર્સ, કોજિટ ફિનિશર પાણીના કુવા ડિલ કરનારા, ઇક્વિપમેન્ટ મિકનિક્સ,
બ્રિકલેયર્સ, કેબિન મેકર્સ, ગેસફિટર્સ, ઈન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન વગેરેને એક્સપ્રેસ એન્ટ્રીમાં સ્થાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉપરોક્ત તમામ કેટેગરીમાં નવો ડ્રો કરીને ઓછામાં ઓછા મેરિટ પર પણ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્રેન્ચ ભાષાના જાણકારને કેટેગરી આધારિત એન્ટ્રી માટેના ડ્રોમાં પસંદગી મળી જવાની વ્યાપક શક્યતા
આમ બહારથી આવનારા નાગરિકોની એન્ટ્રીને નિયંત્રિત કરનાર કેનેડા સરકારે હવે થોડો ઉદાર અભિગમ અપનાવવા માંડ્યો છે.