સરકારની જીએસટીની આવક અધધ 1.62 લાખ કરોડ
October 02, 2023

નવી દિલ્હી: ઓક્ટોબર મહિનાની પ્રથમ તારીખે કેન્દ્ર સરકાર માટે સારા સમચાર આવ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક ધોરણે ૧૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથો મહિનો છે જેમાં જીએસટી કલેેકશન ૧.૬૦ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે. સપ્ટેમ્બર, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧,૬૨,૭૧૨ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએેસટી) ૨૯,૮૧૮ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) ૩૭,૬૫૭ કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૮૩,૬૨૩ કરોડ રૂપિયા અને સેસ ૧૧,૬૧૩ કરોડ રૂપિયા સામેલ છે. બીજી બાજુ દેશમાં ફેસ્ટિવલ સીઝન અગાઉ મોંઘવારી મુદ્દે લોકોને મોટો આંચકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૦૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનો ભાવ વધીને ૧૭૩૧.૫૦ રૂપિયા થઇ ગયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૧.૪૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જેની સરખામણીમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૧૦ ટકા વધારે રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં જીએસટી કલેક્શન ૯,૯૨,૫૦૮ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૮૯૩૩૩૪ કરોડ રૂપિયા હતું. જે ૧૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગયા મહિને એટલે કે ઓગસ્ટ, ૨૦૨૩માં જીએટી કલેક્શન ૧,૫૯,૦૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. દેશમાં જુલાઇ, ૨૦૧૭માં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૩માં નોંધવામાં આવ્યું છે. એપ્રિલ, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. દરમિયાનમાં ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કીલો ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ ૯૦૩ રૂપિયાએ સ્થિર રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક એલપીજીમાં ૨૯ ઓગસ્ટે ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
Related Articles
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી ઓફર
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમા...
May 09, 2025
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવ...
Apr 28, 2025
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્...
Apr 09, 2025
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શેરબજારમાં તબાહી, 8% ઘટાડો
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શે...
Apr 07, 2025
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડ...
Apr 01, 2025
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં...
Mar 12, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ...
10 May, 2025