કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને 18 મહિના સુધી વધારી
March 18, 2023

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે જાહેરાત કરી છે કે જેમની પાસે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ(PGWP)ની સમયસીમા પૂરી થઈ રહી છે તેઓ 6 એપ્રિલ, 2023 સુધી ઓપન વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી
કરી શકશે. કેનેડાની સરકારે PGWP ધારકોની વર્ક પરમિટ 18 મહિના સુધી લંબાવી છે. આ વર્ક પરમિટ એક્સ્ટેંશન એવી કોઈપણ વ્યક્તિ માટે ઉપલબ્ધ હશે જેમની PGWP 2023માં સમાપ્ત થાય છે. આ તે લોકો માટે પણ
ઉપલબ્ધ હશે જેમની PGWP 2022માં પૂરી થઈ ગઈ હતી અને ગયા વર્ષે IRCCની ઓપન વર્ક પરમિટ એક્સ્ટેન્શન માટે અરજી કરી હતી.
6 એપ્રિલથી ઉમેદવારો IRCCની વેબસાઇટ ઉપર એક્સ્ટેંશન માટે અરજી કરી શકશે. જેઓ અરજી કરે છે તેઓને વચગાળાના વર્ક પરમિટ ઓથોરાઇઝેશનનો ઈમેઈલ મળશે. આ મેઇલ તેઓ એમ્પ્લોયરને કેનેડામાં કાયદેસર
રીતે કામ કરવાનું ચાલુ રાખવા માટે બતાવી શકે છે. કેનેડામાં જેમની સમયસીમા પુરી થઈ ગઈ છે તેઓ પણ તેમના સ્ટેટસ રિન્યૂ માટે અરજી કરી શકશે, પછી ભલે તેઓનો ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ
કેનેડા(IRCC) દ્વારા આપવામાં આવેલો 90 દિવસનો છૂટનો સમયગાળો પૂરો થઈ ગઈ હોય. આવી વ્યક્તિઓ પણ 6 એપ્રિલ સુધીમાં તેમની સમયસીમા ફરી વધારી શકશે અને વચગાળાની ઓપન વર્ક પરમિટ એક્સ્ટેન્શન
મેળવી શકશે.
IRCCના જણાવ્યા પ્રમાણે તેઓ એક્સ્ટેંશન માટે લાયક હોય તેવા લોકોને 6 એપ્રિલથી શરૂ થતા તેમના ઑનલાઇન IRCC સિક્યોર એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે મેસેજ મોકલશે. પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ
(PGWP) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેઓ કેનેડિયન નિયુક્ત શિક્ષણ સંસ્થા(DLI) ખાતે યોગ્ય શૈક્ષણિક કાર્યક્રમમાંથી ગ્રેજ્યુએટ થયા છે. DLIએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારવા માટે સરકાર દ્વારા
મંજૂર કરાયેલ કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ છે.
PGWP આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટને કેનેડામાં તેમને ગમતાં કોઈપણ એમ્પ્લોયર માટે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી કામ કરવા સક્ષમ બનાવે છે. કેનેડાના ઇકોનોમિક ક્લાસ ઇમિગ્રેશન પ્રોગ્રામ્સના લીધે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ
દ્વારા PGWPs ખૂબ જ ફેમસ છે. જેમાં ઘણાં પ્રોગ્રામ્સ એવા ઉમેદવારોને પ્રોત્સાહન આપે છે જેમણે કેનેડામાં અભ્યાસ કર્યો છે અને કામ કર્યું છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડા રિસર્ચ દર્શાવે છે કે આવો અભ્યાસ અને કામનો અનુભવ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે કેનેડાના કાયમી નિવાસી બનવા જઈ રહ્યા છે તેમના માટે મદદરૂપ થઈ શકે છે.
Related Articles
કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી
કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અ...
May 23, 2023
કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યુહરચનામાં કરશે ફેરફાર:એજન્ટો પર નિયમનને આપશે પ્રાથમિકતા
કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યુહરચનામાં...
May 23, 2023
પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ નાગરિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઝરી
પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ...
May 10, 2023
કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ:અત્યાર સુધીમાં 30 હજાર લોકોએ પોતાનું ઘર છોડ્યું, 31 જગ્યાએ સ્થિતિ કાબુમાં નથી
કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ:અત્યાર સ...
May 08, 2023
કેનેડાના જંગલોમાં ભીષણ આગ, 24000 લોકોને રેસ્ક્યુ કરાયા, તાપમાન વધી ગયુ
કેનેડાના જંગલોમાં ભીષણ આગ, 24000 લોકોને...
May 07, 2023
કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી
કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વ...
May 04, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023