કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
June 17, 2025

વિદેશમાં વસતા ભારતીયો બહુ શિસ્તબદ્ધ રીતે જીવતા હોય છે અને ખૂબ સારી આર્થિક સ્થિતિ ધરાવતા હોય છે, એવી એક માન્યતા છે. જો કે, પીળું હોય એ બધું સોનું નથી હોતું એ ન્યાયે વિદેશમાં વસી ગયેલા ભારતીયો પણ અવળા ધંધામાં લાગેલા હોય, એવું બને છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ આ બાબત સાબિત કરી છે.
કેનેડાના ‘પીલ’ અને ‘ગ્રેટર ટોરોન્ટો એરિયા’ (GTA) માં ભારતીય બિઝનેસમેનને લક્ષ્ય બનાવીને ખંડણી ઉઘરાવવાના અને વીમા કૌભાંડ કરવાના અનેક ગુના બન્યા છે, જેમાં ભારતીયો જ સંડોવાયેલા હોવાનું માલુમ પડ્યું છે. કેનેડાની પોલીસે તાજેતરમાં 18 ગુનેગારોની ધરપકડ કરીને એમની સામે 100 જેટલા આરોપો લગાડ્યા છે.
ઝડપથી નાણાં રળવાની લાયમાં ઊંધે પાટે ચઢી ગયેલી આ ટોળકી સમૃદ્ધ ભારતીય બિઝનેસમેનને લક્ષ્ય બનાવવાની યોજના ઘડતી હતી. ભારતીય મૂળના બે યુવાનો પરિતોષ ચોપરા અને ઈન્દ્રજીત ધામી 'હમ્બલ રોડસાઈડ' અને 'સર્ટિફાઈડ રોડસાઈડ' નામની ટૉઈંગ કંપની ચલાવતા હતા અને કંપનીના કામની આડમાં ગોરખધંધા કરતા હતા. આ કામમાં તેમના બીજા 16 સાથીદાર હતા. આ તમામ પર ખોટી રીતે વાહનો ટૉ કરવા, ડ્રાઈવરોને ધાકધમકી આપવી, વાહનોનો વીમો પકવવા બનાવટી અકસ્માતો કરાવવા, ચાલુ વાહને બંદૂક ચલાવવા, આગ લગાડવી જેવા 100 આરોપો લગાડવામાં આવ્યા છે. આ ગેંગ કેનેડાના બ્રેમ્પટન શહેરની છે.
એકાદ ડઝન નકલી અકસ્માત કરાવીને આ ગેંગે કુલ 1 મિલિયન કેનેડિયન ડોલર (6.3 કરોડ રૂપિયા) જેટલી રકમની છેતરપિંડી વીમા કંપનીઓ સાથે કરી હતી. જુલાઈ 2024માં તેમની વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરાઈ હતી અને 10 જૂનના રોજ ગુનેગારોની ધરપકડ કરાઈ હતી. પોલીસે ગુનેગારોની 4.2 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં 2.8 મિલિયન ડોલરની કિંમતના 18 નંગ ટૉ ટ્રક, 4 મોંઘા વ્યક્તિગત વપરાશ માટેના વાહનો, 5 ચોરાયેલી કાર, 6 બંદૂક, 586 ગોળી, 2 બુલેટપ્રૂફ જેકેટ અને અન્ય શસ્ત્રોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને ‘પ્રોજેક્ટ આઉટસોર્સ’ નામ અપાયું હતું.
‘પ્રોજેક્ટ આઉટસોર્સ’ અંતર્ગત ધરપકડ કરાયેલા લોકોમાં ‘કિંગ સિટી’ના 37 વર્ષના મહિલા આરોપી ‘હાલેહ જાવડી તોરાબી’ સિવાય બાકીના તમામ બ્રેમ્પટનના રહેવાસી છે. આ લોકોમાં ઈન્દ્રજીત ધામી (ઉં. 38), પરિતોષ ચોપરા (32), ગુરબિંદર સિંહ (28), કુલવિંદર પુરી (25), પરમિન્દર પુરી (31), ઈન્દ્રજીત બાલ (29), વરુણ ઓલ (31) , કેતન ચોપરા (30), નોર્મન તાઝેહકાંડ (32), પવનદીપ સિંહ (25), દિપાંશુ ગર્ગ (24), રાહુલ વર્મા (27), મનકીરત બોપરાઈ (22), સિમર બોપરાઈ (21), જોવાન સિંહ (23), અભિનવ ભારદ્વાજ (25), કરણ બોપરાઈ (26) સામેલ છે.
આ 18 લોકોને એકથી વધુ ગુના હેઠળ પકડવામાં આવ્યા છે. આ પૈકીના અનેક અન્ય કોઈ કારણસર જેલમાં હતા અને જામીન પર છૂટેલા હતા. આ હકીકત સામે આવતાં હવે કેનેડાની જેલોમાંથી ગુનેગારોને અપાતી જામીનના નિયમો કડક કરવાની માંગ ઊઠી છે. આ કેસમાં પોલીસ તપાસ હજુ ચાલુ જ છે, પરંતુ પોલીસને આશા છે કે આગામી દિવસોમાં હજુ વધુ કેટલાક ગુનેગારો ઝડપી લેવામાં આવશે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર્યા ત્યાં બીજી તરફ ગુજરાતમાં છેતરપિંડીના કેસમાં ઉછાળો
એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર...
Jun 11, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025

07 July, 2025