ભારતનો વિદેશી વેપાર 2030 સુધીમાં 1,200 અરબ ડોલર વધી શકે: GTRI રિપોર્ટ

September 26, 2023

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતનો વિદેશી વ્યાપાર 2030 સુધીમાં  1,200 અરબ ડોલર વધી શકે છે. ભારત હમેશાં વિશ્વ સ્તરે વ્યાપાર વ્યવસ્થામાં અગ્રેસ ભૂમિકા ભજવે છે. પોર્ટ અને કસ્ટમ કામગીરીને વધારવાની સાથે રાષ્ટ્રીય વેપાર નેટવર્ક બનાવવા જેવી અનેક બાબતો પર ભારતીય કંપનીઓને વૈશ્વિક મૂલ્ય આધારીત વિદેશી વેપાર કરવામાં મદદરૂપ થાય છે.

GTRI એ જણાવ્યું હતું કે વિવિધ GVC-સંબંધિત પ્રોડક્ટ કેટેગરીમાં પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતા હોવા છતાં, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની મર્યાદિત ભાગીદારીને કારણે દેશની નિકાસ સંભવિતતા હાલમાં મર્યાદિત છે. GVC માં ભારતીય કંપનીઓનું એક જૂથ હોવું જરૂરી છે, કારણ કે લગભગ 70 ટકા વૈશ્વિક વેપાર આ સાંકળોમાં થાય છે. તે ઇલેક્ટ્રોનિક્સ અને મશીનરીથી લઈને દવા અને વસ્ત્રો સુધીના ઉત્પાદનોની વિશાળ શ્રેણીને આવરી લે છે.