જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ
June 17, 2025
બોલિવૂડના અભિનેતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મ 'સિતારે જમીન પર' ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે ઓળખાતા આમિર ખાને તાજેતરમાં જ એક ટીવી ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કારકિર્દીની વાતો સહિત અનેક સંવેદનશીલ મુદ્દે ખુલાસા કર્યા છે. આ ઈન્ટરવ્યૂમાં તેણે અભિનેત્રી જૂહી ચાવલા સાથેના વિવાદિત સંબંધોની પણ વાત છેડી છે. આમિરે જણાવ્યું કે ‘એક સમયે હું કોઈ સાથે નારાજ થયા પછી લાંબા સમય સુધી વાત નહોતા કરતો. હું લોકોની ભૂલો પકડી લેતો અને માફ નહોતા કરતો. જો કે, એવું કરવું ખોટું હતું અને આ અભિગમ ઘણો ખોટો હતો. આ આદતની અસર મારી પૂર્વ પત્ની કિરણ રાવને પણ સહન કરવી પડી અને અભિનેત્રી જૂહી ચાવલા પણ તેનો ભોગ બની. જેના કારણે મેં તેના સાથે 7 વર્ષ સુધી વાતચીત નહોતી કરી.’ આમિરે કહ્યું કે, ‘મેં જૂહી સાથે 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આ એક છોકરમત હતી. એ અહંકાર હતો, હું સાચો છું અને બીજી વ્યક્તિ ખોટી છે. જો કે, હવે હું માનું છું કે એ મારી ભૂલ હતી અને મેં થેરપી શરૂ કરી. ખૂબ જજમેન્ટલ અને માફી ન આપવી એ સારી વાત નથી. પછી મેં ધીમે ધીમે આ રીતે મારી જાતને બદલવાનું શરૂ કર્યું.' વાત એમ છે કે 1997માં ફિલ્મ 'ઇશ્ક'ના શૂટિંગ દરમિયાન નાના-મોટા પ્રૅન્ક્સ થતા હતા. આવા જ એક પ્રૅન્કમાં આમિરે જૂહી સાથે મજાક કરી. આમિરે જૂહીને કહ્યું કે તેને જ્યોતિષવિદ્યા આવડે છે અને તે હાથ જોઈને ભવિષ્ય જણાવી શકે છે. ત્યારે જૂહીએ પણ તેનો હાથ આમિરને બતાવ્યો અને આમિરે તેના હાથ પર થૂંક્યો. આ મજાક આમિરને ભારે પડી ગઈ. જૂહી ગુસ્સામાં રડવા લાગી અને બીજા દિવસે સેટ પર પણ આવી નહીં. ફિલ્મના દિગ્દર્શક ઇન્દર કુમાર આમિર અને અજય સાથે જૂહીના ઘરે પહોંચ્યા જ્યાં આમિરે માફી માંગી. જૂહીએ ફિલ્મની શૂટિંગ તો પૂર્ણ કર્યું, પરંતુ આમિરના વર્તનથી નારાજ થઈને તેણે 7 વર્ષ સુધી આમિર સાથે વાત ન કરી. આ દરમિયાન આમિરે પણ અહંકારમાં તેના સાથે વાત ના કરી. વર્ષ 2002માં આમિરે રીના દત્તા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો ત્યારે જૂહીએ હિંમત કરીને આમિરને ફોન કર્યો અને છૂટાછેડા નહીં લેવા સમજાવ્યો હતો. જોકે આમિર અને રીનાના છૂટાછેડા તો થયા પણ જૂહી અને આમિર વચ્ચેની નારાજગીનો પણ અંત આવ્યો.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધ...
29 April, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયં...
29 April, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું...
29 April, 2026
ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિય...
29 April, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમા...
29 April, 2026
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026