લિકર પોલિસી કેસ- બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહને પણ જામીન
September 17, 2024
દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે કથિત લિકર ભ્રષ્ટાચારના કેસમાં પીએમએલએ સંબંધિત એક મામલે બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહ ઢલને નિયમિત જામીન આપી દીધી છે. જેનો અર્થ છે કે, ઈડીના લિકર ભ્રષ્ટાચાર મામલે તમામ આરોપીઓ હવે જેલની બહાર આવી ગયા છે.
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કથિત લિકર ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહ ઢલને જામીન આપી દીધી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ બંને આરોપીએને રાહત આપી દીધી છે. ED અને CBI અનુસાર, દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 ને સંશોધિત કરતા સમયે અનિયમિતતાઓ હતી અને લાયસન્સ ધારકોને અયોગ્ય લાભ કરાવાયો હતો. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021 ના દિવસે એક્સાઇઝ પોલિસી લાગૂ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોની વચ્ચે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને રદ્દ કરી દીધી. ગુરૂગ્રામ સ્થિત બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરાને ઈડીએ 29 નવેમ્બર, 2022 એ પીએમએલએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે, અરોરા AAP નેતા મનીષ સિસોદિયાના નજીકના સહયોગી હતા અને બંને લિકર લાયસન્સધારકો ગેરકાયદેસર ભેગા કરાયેલા નાણાંના 'વ્યવસ્થાપન અને હેરાફેરી' માં સક્રિય રીતે સામેલ હતાં.
કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર, બ્રિંડકો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટ ઢલ કથિત રીતે અન્ય આરોપી સાથે ષડયંત્ર કરી લિકર પોલિસીના નિર્માણમાં સક્રિય રીતે સામેલ હતાં. જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે જામીન આપી દીધી છે. કેજરીવાલે પોતાનું પદ છોડી દીધું છે અને તેમની જગ્યાએ આતિશીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલાં મનીષ સિસોદિયા અને સંજય સિંહને પણ જામીન મળી ગઈ હતી અને હવે તમામ આરોપી જેલની બહાર છે.
Related Articles
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવા...
વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું, બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના
વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબ...
Oct 02, 2024
નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ, કારણ ચોંકાવનારું
નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસ...
Oct 02, 2024
પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત
પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે...
Oct 02, 2024
બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ
બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી...
Oct 02, 2024
હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024