બ્રુનેઇ, સિંગાપોર બાદ મોદી અમેરિકાની મુલાકાતે જશે, ક્વૉડ સમિટમાં ભાગ લેશે
September 17, 2024
ન્યૂ યોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વૉડ લીડર્સ સમિટમાં ભાગ લેવા 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે વિલમિંગ્ટનમાં ચોથી ક્વૉડ લીડર્સ સમિટમાં ભાગ લેશે, 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધશે, જ્યારે 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં સંબોધશે.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ન્યૂ યોર્કમાં કેટલીક અગ્રણી કંપનીઓના સીઇઓ સાથે પણ બેઠક કરશે, જેથી એઆઈ, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર વગેરે ક્ષેત્રોમાં વેપાર વધારી ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રે નવી તકો ઉભી કરી શકાય અને ભારત અને અમેરિકા વચ્ચે દ્વિ-પક્ષીય ભાગીદારી મજબૂત કરી શકાય. વિદેશ મંત્રાલયે પ્રધાનમંત્રીના આ ત્રણ દિવસના કાર્યક્રમની વિગતવાર વિગતો પણ જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના આ પ્રવાસની જાહેરાત કરતાં કહ્યું કે, પીએમ મોદી 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલમિંગ્ટનમાં ક્વૉડ લીડર્સ સમિટની બેઠકમાં ભાગ લેશે, જેના આયોજનની યજમાની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કરશે. આ વર્ષે ક્વૉડ શિખર બેઠકની યજમાની ભારત કરવાનું હતું, પરંતુ અમેરિકાની વિનંતી બાદ ભારત 2025 માં આગામી ક્વૉડ શિખર બેઠકની યજમાની માટે સંમત થયું હતું.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે "ક્વૉડ સમિટમાં સભ્ય દેશો ગયા એક વર્ષમાં ક્વૉડ દ્વારા પ્રાપ્ત કરેલી પ્રગતિની સમીક્ષા કરશે અને હિંદ-પ્રશાંત ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને અપેક્ષાઓને પૂર્ણ કરવામાં સહકાર આપવાના એજન્ડા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત પીએમ મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધશે અને 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'ને સંબોધશે.
Related Articles
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવા...
વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું, બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના
વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબ...
Oct 02, 2024
નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ, કારણ ચોંકાવનારું
નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસ...
Oct 02, 2024
પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત
પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે...
Oct 02, 2024
બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ
બાપુને નમન, PM મોદી સહિત દિગ્ગજોએ પાઠવી...
Oct 02, 2024
હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024