કેનેડાનો વધુ એક ગંભીર આક્ષેપ : ચીન અને ભારત અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે
March 25, 2025
કેનેડાએ ચૂંટણી પહેલા ભારત પર અતિગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો આરોપ છે કે ત્યાંની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે કારણ કે અત્યારે બંને દેશોના સંબંધ ખરાબ છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર
કેનેડાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ આગામી 28 એપ્રિલે ચૂંટણી યોજવાની
જાહેરાત કરી છે.
કેનેડાની ગુપ્તચર એજન્સી CSISના ઉપપ્રમુખ વેનેસા લોયડનો દાવો છે કે' કેનેડાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચીન તરફથી AIનો ઉપયોગ કરવામાં આવશે. તથા ભારત સરકારમાં પણ કેનેડાની લોકતાંત્રિક પ્રક્રિયા પર
દખલ કરે તેવી ક્ષમતા છે.'
નોંધનીય છે કે કેનેડાના પૂર્વ પીએમ ટ્રુડોની અવળચંડાઇના કારણે ભારત અને કેનેડાના સંબંધો હાલ અતિસંવેદનશીલ સમયથી પસાર થઈ રહ્યા છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને ખુલ્લી છૂટ આપવામાં આવે છે. જેના કારણે
કેનેડામાં સતત ભારત વિરોધી ગતિવિધિના આરોપો લાગુ ચૂક્યા છે. બીજી તરફ કેનેડાનો દાવો છે કે ભારતે કેનેડામાં ઘૂસીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કરાવી છે.
Related Articles
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026