સ્ટોક માર્કેટ વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 66,063.72 અંક સાથે ખૂલ્યો

November 28, 2023

આજના શેરમાર્કેટની વાત કરીએ તો શનિવાર, રવિવાર અને સોમવાર એટલે કે 3 દિવસની રજા બાદ શેરમાર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થયું છે. માર્કેટ પ્રી ઓપન સમયે ગ્રીન ઝોનમાં હોવાથી મંગળવારે મંગળ થયાનું માની શકાય છે. આજે સેન્સેક્સ 0.14% ના વધારા બાદ 66,063.72 અંક સાથે ઓપન થયો છે તો સાથે નિફ્ટી 0.25% ના વધારા બાદ 19,844.65 અંક સાથે ઓપન થયો છે. પ્રી ઓપન સમયે સેન્સેક્સમાં 93.68 પોઈન્ટનો વધારો તો નિફ્ટીમાં 49.95 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

આજે શૅરબજાર પ્રી-ઓપનિંગમાં વૈશ્વિક બજારોમાંથી કોઈ નોંધપાત્ર સંકેતો મળ્યા નહોતા કારણ કે ગઈકાલે રાત્રે યુએસ માર્કેટમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ભાગ્યે જ લીલામાં બંધ થયા હતા, જ્યારે નાસ્ડેક અને એસએન્ડપી 500 સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા.