પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

April 23, 2025

Uri news : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાના જવાનોએ આજે એટલે કે બુધવારે ઉત્તર કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. બુધવારે, આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સેનાના જવાનોએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. હાલમાં અહીં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે બુધવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. X પરની એક પોસ્ટમાં, ચિનાર કૉર્પ્સે જણાવ્યું હતું કે 23 એપ્રિલ 2025ના રોજ, લગભગ 2-3 UAH આતંકવાદીઓએ બારામુલા(ઉત્તર કાશ્મીરમાં)ના ઉરી નાલ્લામાં સરજીવાનના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.