બાબુરાવ'ના રોલથી કંટાળ્યા પરેશ રાવલ, કહ્યું- યાદો જરૂરી છે પણ હવે આગળ વધો
November 03, 2025
પરેશ રાવલે ઘણા પ્રખ્યાત પાત્રો ભજવ્યા છે અને અનેક સુપરહિટ ફિલ્મોનો તેઓ હિસ્સો રહ્યા છે. પરંતુ હેરાફેરીમાં બાબુરાવ ગણપત રાવ આપ્ટેના રોલથી તેમને એક અલગ ઓળખ મળી છે. તેમ છતાં તેઓ આ રોલથી કંટાળી ગયા છે. અભિનેતાનું માનવું છે કે, 'એક રોલ આજે પણ મને જેટલો આશીર્વાદ આપે છે એટલો જ બોજ પણ લાગે છે. હેરાફેરીના પ્રેમાળ પરંતુ અવ્યવસ્થિત મકાન માલિક બાબુરાવ ગણપત રાવ આપ્ટેનું પાત્ર પણ મને એવું જ અનુભવ કરાવે છે.' પરેશ રાવલે જણાવ્યું કે, 'બાબુરાવની શાનદાર સફળતાએ દર્શકોની નજરમાં મારી અભિનયની વિવિધતાને મર્યાદિત કરી દીધી છે અને કેમ એ જ જાદુને વારંવાર પુનરાવર્તન કરવાનો પ્રયાસ મને સર્જનાત્મક રીતે થકાવી દે છે.' તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, હું એક જ વસ્તુ કરીને કંટાળી ગયો છું. મને એવું ફીલ થાય છે કે હું ફસાઈ ગયો છું. લોકોને ખુશ કરવા માટે તમે વારંવાર એક જ વસ્તુ કરતા રહો છો. જ્યારે રાજુ હિરાનીએ મુન્નાભાઈ એમ.બી.બી.એસ. બનાવી, ત્યારે એ જ પાત્રોને એક નવા માહોલમાં બતાવવામાં આવ્યા અને લોકોએ તેને આનંદ પણ માણ્યો. પરંતુ જ્યારે તમારી પાસે આટલા મોટા પાત્રો છે, જેની લોકોમાં 500 કરોડની ગુડવિલ છે ત્યારે થોડું જોખમ લઈને આગળ કેમ ન વધવું જોઈએ? એક જ જગ્યાએ કેમ અટકી પડ્યા છો? તેમણે આગળ કહ્યું કે, હું બાબુરાવના પાત્રને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ દુઃખની વાત છે કે, આ પાત્ર મારી અન્ય ઘણી શાનદાર ભૂમિકાઓ પર ભારી પડી જાય છે. બાબુરાવનો રોલ મારા બીજા સારા રોલ પર હાવી થઈ જાય છે. મને તો કહેવામાં આવ્યું છે કે બાબુરાવ આર.કે. લક્ષ્મણ કરતાં પણ વધુ પ્રખ્યાત છે. મને ખરાબ ત્યારે લાગે છે જ્યારે બુદ્ધિશાળી લોકો પણ વારંવાર આ જ વસ્તુનું પુનરાવર્તન કરે છે. હું તેનાથી કંટાળી ગયો છું. બાબુરાવમાં ઘણી ક્ષમતા છે - દર્શકો તેમની દરેક વાત પર વિશ્વાસ કરે છે.' અભિનેતાએ આગળ જણાવ્યું કે, 'ઘણી વખત મને બાબુરાવ જેવા જ રોલની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં દરેક વખતે ના પાડી દીધી. મેં ક્યારેય બાબુરાવની નકલ કરતા પાત્રો નથી ભજવ્યા. હંમેશા આવી માગ રહે છે - દરેક વ્યક્તિ તેના પર જ પૈસા કમાવા માગે છે. પરંતુ કાયદેસર રીતે બાબુરાવનું પાત્ર ફિરોઝ નડિયાદવાલાની સંપત્તિ છે, તેથી હું તેને બીજી કોઈ ફિલ્મમાં ભજવી ન શકું. આ મારી મજબૂરીમાં પેદા થયેલી સારી બાબત છે.'
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહ...
04 December, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો...
04 December, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપક...
04 December, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષન...
04 December, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓ...
03 December, 2025
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025