17 સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ : 13 વર્ષની વિદ્યાર્થીનીએ અનાજમાંથી બનાવ્યુ પોટ્રેટ

September 16, 2024

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 74મો બર્થ ડે છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસને લઇને સૌ કોઇમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. નાના બાળકોથી લઇને સૌ કોઇ એક અથવા બીજી રીતે પોતાની લાગણી અને પ્રેમ પીએમ મોદી માટે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે 13 વર્ષની શાળાની વિદ્યાર્થીએ એવુ જબરદસ્ત કામ કરી બતાવ્યુ કે તેનું નામ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન પામ્યું છે.

તમિલનાડુના ચેન્નાઇમાં 13 વર્ષની શાળાની વિદ્યાર્થીનીએ 800 કિલો અનાજનો ઉપયોગ કરીને સતત 12 કલાકની મહેનતે પીએમ મોદીનું પોટ્રેટ તૈયાર કર્યુ છે. આ વિદ્યાર્થીનીનું નામ પ્રેસ્લી શેકિના છે. તેણે પીએમ મોદીના જન્મ દિવસને લઇને આ સુંદર પેન્ટિંગ બનાવીને પોતાના તરફથી એક ભેટ લાગણી દર્શાવી છે.

પ્રેસ્લી શેકીના ચેન્નઈના કોલાપક્કમ વિસ્તારમાં રહેતા પ્રતાપ સેલ્વમ અને સંકિરાની (માતા)ની પુત્રી છે. પ્રેસ્લી શેકીનાહ એક ખાનગી શાળા (વેલ્લમલ સ્કૂલ, ચેન્નાઈ) માં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. શેકીનાહે 800 કિલો બાજરીનો ઉપયોગ કરીને 600 ચોરસ ફૂટમાં પીએમ મોદીનું વિશાળ પોટ્રેટ બનાવ્યું હતું. તેણે 12 કલાકની મહેનત બાદ પોતાનો પ્રયાસ પૂર્ણ કર્યો. તેણે સવારે 8.30 વાગ્યે પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યુ હતું અને રાત્રે 8.30 કલાકે તેણે પેઇન્ટિંગ બનાવીને પૂર્ણ કર્યું.