PM મોદીની કેનેડા મુલાકાત પહેલા સરેમાં ફાયરિંગ:મંદિરના પ્રમુખ પાસે 20 લાખ ડોલરની ખંડણી માગી
June 11, 2025
સરે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડા મુલાકાત પહેલા, સરે વિસ્તારમાં એક ઉદ્યોગપતિના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે થોડા દિવસો પહેલા પ્રોપર્ટી માલિકને લગભગ 20 લાખ ડોલરની ખંડણી માંગતો ફોન આવ્યો હતો.
આ ઘટના કેનેડાના સરેમાં રિફ્લેક્શન બેન્ક્વેટ હોલની બહાર બની હતી. આ ફોન પ્રોપર્ટીના માલિક અને લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારને આવ્યો હતો.
જ્યારે સતીષ કુમારે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે બદમાશોએ તેમની મિલકત પર ફાયરિંગ કર્યુ. હાલમાં, કેનેડિયન પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પ્રોપર્ટીના માલિક અને લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારે જણાવ્યું હતું કે આ ઘટના 7 જૂનના રોજ સવારે લગભગ 2:30 વાગ્યે બની હતી. આ પહેલા, બે વર્ષ પહેલાં ડિસેમ્બરમાં, સતીશ કુમારના પુત્રના ઘરે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન, આરોપીઓએ લગભગ 14 ગોળીઓ વરસાવી હતી.
કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિરને હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ ચોથી વખત છે જ્યારે લક્ષ્મી નારાયણ મંદિરના કોઈ અધિકારીને હુમલાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. હવે સરે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
જણાવીએ કે PM નરેન્દ્ર મોદીને કેનેડાના આલ્બર્ટા રાજ્યના કનાનાસ્કિસમાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પીએમ મોદીને ફોન કર્યો હતો.
મોદીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. અગાઉ કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને રેલી કાઢવામાં આવી હતી. કેનેડા સરકાર દ્વારા આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી.
Related Articles
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026