પ્રિયંકા દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી

August 05, 2025

મુંબઇ : પ્રિયંકા ચોપરા રાજામૌલીની  ફિલ્મ  એસએમએમબી ૨૯નું શૂટિંગ આગળ વધારવા માટે ભારત આવી છે. આ વખતે તે પુત્રી માલતીને પણ ભારત સાથે લઈ આવી છે. પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતે હૈદરાબાદ પહોંચી હોવાની તસવીરો  શેર કરીને ચાહકોે સુખદ સરપ્રાઈઝ આપી  હતી. હું અને માલતી હૈદરાબાદ  પહોંચી ગયાં છીએ એમ તેણે આ તસવીરોમાં જણાવ્યું છે. માલતી કારની બહાર જોઈ રહી છે તેવી  તસવીર તેણે પોસ્ટ કરી છે. પ્રિયંકા અગાઉ  એસએસએમબી ૨૯ના શૂટિંગ માટે ઓરિસ્સા આવી હતી પરંતુ ત્યારે તે દીકરીને સાથે લાવી ન હતી.  એસએસએમબી ૨૯ એક એકશન-એડવેન્ચર ફિલ્મ છે. તેમાં  પ્રિયંકાના સહકલાકારોમાં મહેશ બાબુ તથા પૃથ્વીરાજ સુકુમારનનો સમાવેશ થાય  છે.