ગૌતમ સિંઘાનિયા સામેના આરોપોની તપાસ કરવા રેમન્ડના બોર્ડને વિનંતી

November 29, 2023

રેમન્ડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા અને તેની પત્ની નવાઝ મોદી અલગ થયા બાદ પણ કંપનીની મુશ્કેલીઓ હલ થતી દેખાતી નથી. હવે એક પ્રોક્સી એડવાઇઝરી ફર્મએ કંપનીના ડિરેક્ટર્સને આગ્રહ કર્યો છે કે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા સામે જે આરોપો કર્યા છે તેની તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત ઈન્સ્ટિટયૂશનલ એડવાઇઝરી સર્વિસિસ (IiAS)એ એવો પણ આગ્રહ રાખ્યો છે કે તપાસ દરમિયાન નવાઝ અને ગૌતમ એમ બન્નેને બોર્ડથી દૂર રાખવામાં આવે. IiASએ મુકીતા ઝવેરી, આશિષ કાપડિયા, દિનેશ લાલ, કે નરસિમ્હા મૂર્તિ અને શિવસુરિન્દર કુમારને લખેલા પત્રમાં આશા વ્યક્ત કરી હતી કે જો જરૂર પડશે તો પ્રમોટર્સથી કંપનીની રક્ષા કરશે.

IiASએ ડિરેક્ટર્સને પોતાને આરોપોથી બચાવવા માટે સ્વતંત્ર કાનૂની સલાહકાર રાખવાની પણ સલાહ આપી છે. નોંધનીય છે કે નવાઝ મોદીએ રેમન્ડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા પર ઘરેલું હિંસા અને કંપનીના ફંડના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે.