શ્રદ્ધા કપૂરના પ્રોફેશનલ એકાઉન્ટમાં છબરડો, ચાહકોને કોમેન્ટસની મોજ

August 26, 2025

મુંબઈ : શ્રદ્ધા કપૂરનાં એક પ્રોફેશનલ પ્લેટફોર્મના એકાઉન્ટમાં છબરડો થતાં ચાહકોને  કોમેન્ટસ કરવાની મજા પડી ગઈ હતી. શ્રદ્ધાએ પોતે આ એકાઉન્ટ ક્રિએટ કર્યું હતું. પરંતુ, આ પ્લેટફોર્મને લાગ્યું હતું કે કદાચ કોઈએ શ્રદ્ધાનું ફેક એકાઉન્ટ બનાવ્યું છે. આથી, આ એકાઉન્ટને એક્સેસ ડિસેબલ કરી દેવામાં આવી હતી.  શ્રદ્ધાએ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ પ્લેટફોર્મને ટેગ કરીને લખ્યું હતું કે આ મારું જ એકાઉન્ટ છે. હું મારી પ્રોફેશનલ જર્ની શેર કરવા માગું છું પરંતુુ અત્યારે તેને ફેક એકાઉન્ટ તરીકે ટેગ કરવામાં આવ્યું હોવાથી કોઈ તેને એક્સેસ કરી શકતું નથી. શ્રદ્ધાની પોસ્ટના એક જ કલાકમાં આ એકાઉન્ટ રિસ્ટોર થયું હતું. આ સમગ્ર છબરડામાં શ્રદ્ધાના ચાહકોને કોમેન્ટસ કરવાની મોજ પડી ગઈ હતી. કોઈએ લખ્યું હતું કે આ પ્લેટફોર્મવાળાઓએ શ્રદ્ધાની ફિલ્મ 'સ્ત્રી' જોઈ લીધી હશે એટલે તેમણે 'ઓ સ્ત્રી કલ આના' એવા ડાયલોગ સાથે એકાઉન્ટ બ્લોક કર્યું હશે. શ્રદ્ધાનું એકાઉન્ટ એક કલાકમાં રિસ્ટોર થયું તે માટે ચાહકોએ  ફરી 'સ્ત્રી'ની જ ટેગલાઈન ટાંકી હતી કે,  'વો સ્ત્રી હૈ, વો  કુછ ભી કર સકતી હૈ'.  ઉલ્લેખનીય છે કે  શ્રદ્ધા એક જ્વેલરી  બ્રાન્ડની કો ઓનર પણ છે. જોકે, અનેક બોલીવૂડ કલાકારો અન્ય  બિઝનેસ સાથે  સંકળાયેલા હોવા  છતાં ભાગ્યે જ કોઈ તેમાંથી પ્રોફેશનલ પ્લેટફોર્મ પર એક્ટિવ છે.