અમદાવાદમાં નશેડી કારચાલકોનો આતંક, કાર-એક્ટિવ વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત

December 02, 2024

અમદાવાદના નરોડા-દહેગામ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી બે યુવકોનો ભોગ લીધો છે. અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. જોકે આ પ્રકારની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની જતાં કથળતા જતા કાયદા અને વ્યવસ્થાને સામે સવાલો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા પર જઇ રહેલા બે યુવકોને રહ્યા હતા. આ દરમિયાન પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા ગોપાલ પટેલ નામના યુવકે પૂરપાટ ઝડપે કાર ડિવાઇડર ચઢાવી દેતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ દરમિયાન એક્ટિવા પર આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડને ટક્કર મારતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશામાં ટલ્લી હતો અને લથડીયા ખાતો હતો. અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોને કાર ચાલકને પકડી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ