સરયૂ નદીનું રૌદ્ર સ્વરૂપ, જળસ્તર ખતરાના નિશાનને પાર

September 16, 2024

ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસના ભારે વરસાદ બાદ નદીઓ અને નાળાઓ છલકાયા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને નેપાળ તરફથી પાણી છોડવામાં આવ્યા બાદ સરયૂ નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. સ્મશાન ભૂમિ સુધી પાણી પહોંચી ગયું છે. પ્રયાગરાજમાં રસ્તાઓ પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં 10 હજારથી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. હવામાન વિભાગે આજે રાજ્યના 29 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

લખનૌ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીરનગર, મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બલિયા, મૌ, આઝમગઢ, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર, ફતેહપુર, બાંદા, ચિત્રકુટ, કૌશલપુર, કૌશલપુર પ્રયાગરાજ, ભદોહી, આઝમગઢ અને બસ્તીમાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અયોધ્યાના સેન્ટ્રલ વોટર કમિશનના પ્રભારી અમન રાજ સિંહે જણાવ્યું કે સરયૂ નદી ખતરાના નિશાનથી 53 સેમી ઉપર વહી રહી છે...પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તર વધી રહ્યું છે. કાશીના તમામ ઘાટ અને લગભગ 2000 નાના-મોટા મંદિરો ગંગામાં ડૂબી ગયા છે.