શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 253 પોઈન્ટ વધીને 65,908 પર ખુલ્યો

November 21, 2023

ભારતીય શેરબજાર બીજા દિવસે એટલે કે મંગળવારે (21 નવેમ્બરે) શાનદાર તેજી સાથે ઓપન થયું હતું. અમેરિકન બજારોમાં ગઈકાલની મજબૂત તેજીની અસર આજે સ્થાનિક શેરબજાર પર દેખાઈ રહી છે અને ત્યાંથી સપોર્ટ મળ્યા બાદ ભારતીય શેરબજાર પણ ઊંચા સ્તરે પહોંચવામાં સફળ રહ્યું છે. આજે બજારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીની વૃદ્ધિ દ્વારા ટેકો મળ્યો છે. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સે લગભગ 253 પોઇન્ટના વધારા સાથે 65,908 પર ખુલ્યો હતો. NSEનો નિફટી 79 પોઈન્ટના વધારા સાથે 19,773 પર ખુલ્યો હતો.

શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 235.12 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 65890 ના સ્તર પર જોવામાં આવ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 88.50 પોઈન્ટ અથવા 0.45 ટકાના મજબૂત વધારા સાથે 19782 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સના શેરની વાત કરીએ તો 30માંથી 23 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 7 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ વધતા શેરોમાં JSW સ્ટીલ 1.16 ટકા વધ્યો છે. ટાટા સ્ટીલ 1.08 ટકા અને HDFC બેન્ક 0.80 ટકા મજબૂતી દર્શાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.69 ટકા અને ઇન્ફોસિસ 0.67 ટકા ઉપર છે. HCL ટેક 0.62 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

નિફ્ટીના 30 શેરોમાંથી 37 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 13 શેરો ઘટાડા સાથે છે. ટોપ ગેઇનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝે સૌથી વધુ 2 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. હિન્દાલ્કો 1.85 ટકાના વધારા સાથે અને JSW સ્ટીલ 1.32 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.21 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.02 ટકા ઉપર છે બેંક નિફ્ટીમાં આજે મજબૂતી જોવા મળી રહી છે અને તે 157 પોઈન્ટના ઉછાળા બાદ 43,742ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. HDFC બેંકના સમર્થનથી બેંક નિફ્ટીને મજબૂતી મળી રહી છે.