ટ્રુડોએ AI એક્શન સમિટમાં PM મોદીને ઈગ્નોર કર્યા? સોશિયલ મીડિયા પર VIDEO વાઈરલ

February 12, 2025

પેરિસ : પેરિસમાં આયોજિત AI એક્શન સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ભાષણ આપ્યું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે AI માનવતા માટે મદદરૂપ છે અને આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે.

જોકે આ સમિટ દરમિયાન જ એક સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને પીએમ મોદી સામ-સામે થયા હતા જે સમયે ટ્રુડો પીએમ મોદીની જાણે અવગણના કરીને જ નીકળી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે
વાયરલ થઈ રહ્યો છે. 

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ભાષણ પૂરું થયા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોં અને પીએમ મોદી સ્ટેજ પર ઊતરી રહ્યા હતા. તે સમયે જ કોઈપણ પ્રકારનો હાવભાવ આપ્યા વિના કેનેડાના પીએમ ટ્રુડો ચાલતા થયા અને પીએમ મોદી તરફ જોયું પણ નહીં. ઉલ્લેખનીય છે કે ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી આતંકી નિજ્જરની હત્યા મામલે ખટપટ ચાલી રહી છે.  

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે ઓપન સોર્સ સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ જે વિશ્વાસ અને પારદર્શિતા વધારે. આપણે પક્ષપાત વિના ગુણવત્તાયુક્ત ડેટા સેન્ટરો બનાવવા જોઈએ, આપણે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવું જોઈએ અને લોકો-કેન્દ્રિત એપ્લિકેશનો બનાવવી જોઈએ.