ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી ઉમેદવાર ચંદ્ર આર્યાને કેનેડાના વડાપ્રધાનની રેસથી હટાવ્યાં!
January 27, 2025

કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના વડા પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે કેનેડાના આગામી પીએમની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે ઘણા ભારતીયોએ
ઉમેદવારી રજૂ કરી હતી. તેમાં સૌથી મોટું નામ ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાનું હતું.
જોકે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ચંદ્ર આર્યાને પીએમ પદ અને પાર્ટીના નેતૃત્વની રેસમાંથી બહાર કરી દેવાની તૈયારી છે. લિબરલ પાર્ટીના જાણીતા નેતા ચંદ્ર આર્યાએ પોતે આ માહિતી આપી છે. તેમણે ચૂંટણીની નિષ્પક્ષતા સામે
પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ચંદ્ર આર્યાએ જણાવ્યું હતું કે કેનેડાની લિબરલ પાર્ટીએ તેમને પાર્ટીના નેતૃત્વ અને પીએમ પદની રેસમાં જોડાવાની પરવાનગી આપી નથી. આજે મને કેનેડાની લિબરલ પાર્ટી દ્વારા
જાણ કરવામાં આવી હતી કે મને નેતૃત્વની રેસમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપે. હું તેમના સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યો છું. આ નિર્ણય ચૂંટણીની કાયદેસરતા અને કેનેડાના આગામી વડા પ્રધાન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હું બધા
કેનેડિયનો માટે સખત મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છું. હું આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.
Related Articles
કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકાવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુલાંટ!
કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકા...
Mar 12, 2025
કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા તત્પર, અમેરિકા સામે બાંયો ચડાવી
કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા...
Mar 11, 2025
કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર, 'અમને છંછેડનારને અમે છોડીશું નહીં...',
કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ...
Mar 10, 2025
જસ્ટિન ટ્રુડોની વિદાય...રાજકારણમાં બિનઅનુભવી માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે
જસ્ટિન ટ્રુડોની વિદાય...રાજકારણમાં બિનઅન...
Mar 10, 2025
કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 11 લોકો ઈજાગ્રસ્ત, શંકાસ્પદ હુમલાખોર ફરાર
કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગો...
Mar 08, 2025
કેનેડા ટ્રમ્પ સામે આર-પારના મૂડમાં, અમેરિકાના 15 લાખ ઘરોમાં વીજળી ડૂલ કરવાની ધમકી
કેનેડા ટ્રમ્પ સામે આર-પારના મૂડમાં, અમે...
Mar 06, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025