ભારત સિરિઝ જીતવાની સાથે ODI રેન્કિંગમાં નં.1 બન્યું, ન્યુઝીલેન્ડને 90 રને હરાવ્યું

January 24, 2023

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડની ટીમને 90 રને હરાવ્યું છે. આ સાથે ભારત ODI Team Rankingsમાં પણ નંબર-1 બની ગયું છે. દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમને ક્લિન સ્વીપ કરી ભારતે સિરિઝ પોતાના નામે કરી દીધી છે. ભારતના 385 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન કરી ઓલઆઉટ થઈ જતા ભારતની 90 રને જીત થઈ છે.
, ત્ભરતીય ટીમે ન્યુઝીલેન્ડ જીતવા માટે 386 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન કર્યા છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગીલની ધમાકેદાર બેટીંગ સાથે સદી જ્યારે હાર્દિક પંડ્યાની ફિફ્ટીના કારણે ભારત ન્યુઝીલેન્ડ સામે મજબુત સ્કોર ઉભો કરી શક્યું હતું. આ અગાઉ ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.