પંજાબની છેલ્લા બોલ પર શાનદાર જીત, ચેન્નઈ 200 રનથી વધુ ડિફેન્ડ કરતી વખતે પ્રથમ વખત હારી
April 30, 2023

મુંબઈ: IPL 2023ની 41મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ IPL ઈતિહાસની 999 મેચ છે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબ સામે ચેન્નઈની ટીમનો અગાઉનો રેકોર્ડ સારો રહ્યો નથી. ચેન્નઈ પંજાબ સામે છેલ્લી ત્રણેય મેચ હારી ચૂક્યું છે. આ સ્થિતિમાં ધોનીની ટીમ જીત મેળવવા પ્રયાસ કરશે. IPLની આ સિઝનમાં બંને ટીમો અગાઉ 25મી એપ્રિલે સામસામે રમી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક રીતે 11 રને જીતી લીધી હતી. ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. જ્યારે પંજાબ કિંગ્સ છઠ્ઠા નંબર પર છે. ચેન્નઈએ પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ કિંગ્સને 201 રનનો ટાર્ગેટ મળ્યો છે. પંજાબ તરફથી ઇમ્પેક્ટ પ્લેયર પ્રભસિમરન સિંહ અને શિખર ધવન ઓપનિંગમાં આવ્યા હતા. બન્નેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે તુષાર દેશપાંડેએ પાવરપ્લેમાં શિખર ધવનને આઉટ કર્યો હતો. તો જાડેજાએ પ્રભસિમરન સિંહને આઉટ કર્યો હતો. અથર્વ તાયડે પણ જાડેજાની બોલિંગમાં આઉટ થયો હતો.
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. ચેન્નાઈની ટીમ 200થી વધુના સ્કોરને ડિફેન્ડ કરતી વખતે પ્રથમ વખત હારી છે. ચેપોક મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો.
CSK 20 ઓવરમાં 200/4
CSK 15 ઓવરમાં 146/2
CSK 10 ઓવરમાં 90/1
CSK 05 ઓવરમાં 41/0
Related Articles
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર...
May 30, 2023
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું...
May 30, 2023
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરાત સામે પાંચ વિકેટે વિજય
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરા...
May 30, 2023
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાને ગળે લગાવ્યો
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાન...
May 30, 2023
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વ...
May 30, 2023
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પો...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023