Womens IPLની 5 ટીમોની રૂ. 4670 કરોડમાં હરાજી, અમદાવાદીઓ ખુશાલો
January 25, 2023

અમદાવાદ : વિશ્વ ક્રિકેટ ઈતિહાસને નવા આયામ આપનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે નવા આયામ સર કરવા જઈ રહી છે. પુરૂષ IPLની ભવ્ય સફળતા બાદ હવે ભારતમાં મહિલા IPLના મંડાણ થઈ રહ્યાં છે. વિશ્વ ક્રિકેટની શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓ હવે ભારતમાં મેચ રમતા જોવા મળશે. BCCIએ મહિલા IPLની ટીમોના ઓક્શનનું પરિણામ જાહેર કર્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લાંબી રાહ જોયા બાદ આખરે મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગની જાહેરાત કરી છે. બોર્ડે 25 જાન્યુઆરી, બુધવારે લીગની નવી 5 ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. મેન્સ આઈપીએલની 7 ફ્રેન્ચાઈઝીમાંથી માત્ર મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સના માલિકોને તેમાં ફ્રેન્ચાઈઝી મળી છે. જાહેરાત અનુસાર BCCIને આ હરાજીથી 4669.99 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ સિવાય બોર્ડે લીગનું નામ પણ રાખ્યું છે - મહિલા પ્રીમિયર લીગ (WPL).
આ વર્ષે માર્ચમાં પ્રથમ વખત શરૂ થનારી આ નવી ટૂર્નામેન્ટ માટે BCCIને ઘણી કંપનીઓ પાસેથી બિડ મળી હતી, ત્યારબાદ બીસીસીઆઈએ બુધવારે 5 સૌથી વધુ બોલી લગાવનાર ફ્રેન્ચાઈઝીના નામની જાહેરાત કરી હતી. આ હરાજીમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનૌ શહેરોને ફ્રેન્ચાઈઝી મળી છે. આ પાંચેય શહેરોમાં IPL ફ્રેન્ચાઈઝી પહેલેથી જ હાજર છે.
Related Articles
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણી જીતવા પર
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈ...
Mar 22, 2023
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને નિર્ણય લેવા દો : અનુરાગ ઠાકુર
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને...
Mar 21, 2023
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજરાત ટાઈટલની રેસમાંથી બહાર, મુંબઈને હરાવી દિલ્હી ટોચ પર
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજ...
Mar 21, 2023
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હ...
Mar 16, 2023
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબઈને હરાવી બન્યું ચેમ્પિયન
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબ...
Mar 15, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023