કેનેડામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે

January 02, 2023

પ્રોપર્ટીના ભાવમાં વધારો થતા કેનેડા સરકારનો મોટો નિર્ણય


વિદેશીઓ પ્રોપર્ટી ન ખરીદી શકે તે માટે કેનેડામાં નવા કાયદાનો અમલ


દિલ્હી- કેનેડામાં રહેનારા ભારતીયો સહિત વિદેશી લોકો જો કેનેડામાં ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તો તેમના માટે ખરાબ સમાચાર છે. કેનેડા સરકારે વિદેશીઓ માટે પ્રોપર્ટી ખરીદવાના પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કેનેડામાં વિદેશીઓ રોકાણ માટે રહેણાંક સંપત્તિઓ કેનેડામાં પ્રોપર્ટી ખરીદી શકશે નહીં. કેનેડા સરકાર દ્વારા આ પ્રતિબંધ નવા વર્ષના પ્રથમ દિવસથી જ લાગુ કરી દેવાયો છે. સંપત્તિના ભાવો વધારો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીની શરૂઆત બાદ સંપત્તિની કિંમતમાં વૃદ્ધિ થવાના કારણે કેનેડા સરકાર દ્વારા કાયદો પસાર કરાયો છે.


રહેણાંક પ્રોપર્ટીની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ પ્રોપર્ટી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં વિદેશીઓ દ્વારા રહેણાંક મિલકત ખરીદવા પર પ્રતિબંધ લગાવાયો છે. કોવિડ રોગચાળાની શરૂઆત બાદ કેનેડામાં પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થયો છે. તો બીજી તરફ કેટલાક રાજકારણીઓનું માનવું છે કે, વિદેશીઓ રોકાણ માટે પ્રોપર્ટી ખરીદતા હોવાને કારણે પ્રોપર્ટીની અછત માટે તેઓ જ જવાબદાર છે.


કેનેડા સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ પ્રતિબંધ ફક્ત શહેરના રહેણાંકોમાં જ લાગુ પડશે. આ પ્રતિબંધ રવિવાર પહેલી જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. આ પ્રતિબંધ સમર કોટેજ જેવી પ્રોપર્ટી પર લાગુ પડશે નહીં.