ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ અનુષ્કાની કોહલીને સાંત્વના આપતી તસવીર વાયરલ, પ્રશંસકોએ કર્યા વખાણ

November 20, 2023

વર્લ્ડ કપ 2023નું ટાઈટલ જીત ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વિશ્વ વિજેતા બની ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ભારતના કરોડો ક્રિકેટ ફેન્સનું સપનું તૂટ્યું અને આ વર્લ્ડ કપની મજબૂત ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં કાલની મેચમાં વિરાટના અચાનક આઉટ થતાં સ્ટેડિયમમાં બેઠેલી અનુષ્કા શર્મા પણ દંગ રહી ગઈ હતી. તેને વિશ્વાસ ન હતો કે અડધી સદી ફટકાર્યા બાદ કોહલીને આ રીતે આઉટ થઈને પેવેલિયન જવું પડશે. કોહલી આઉટ થયો એ મેચનો ટર્નિગ પોઈન્ટ પણ સાબિત થયો કારણ કે ત્યાર પછી ભારત કમબેક કરી ન શક્યું. કોહલી 54 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, મેચ પછીની પણ કોહલી-અનુષ્કાની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં હાર બાદ જ્યારે વિરાટ કોહલી પરત ફર્યો તો અનુષ્કાએ તેને ગળે લગાવી દીધો. વિરાટ કોહલીએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ પહેલા તેણે ન્યૂઝીલેન્ડ સાથેની સેમીફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં હારથી તેનું દિલ તૂટી ગયું. આવી સ્થિતિમાં પત્ની અનુષ્કા શર્માએ વિરાટને સાંત્વના આપી અને વિરાટ આવતા જ તેને ગળે લગાડ્યો.