આરોપબાજી-વિવાદ બાદ કેનડા ભારતને મનાવવા કરશે પ્રયાસ, ટ્રુડોના મંત્રીએ જ આપ્યા સંકેત
February 26, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1708935239.02MON.jpg)
'અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ' અંગે કેનેડાના મંત્રીએ કહ્યું કે, અમે આ મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો. મેરી એનજીની ભારત મુલાકાત દરમિયાન માર્ચ 2022માં EPTA અંગે વાતચીત શરૂ થઈ હતી. પરંતુ તે જ વર્ષે ઓગસ્ટના અંતમાં તેના અટકાવી દેવામાં આવ્યું હતું. આના થોડા સમય બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ટ્રુડોએ 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે કેનેડાના વેપાર મંત્રીએ કહ્યું કે, મને એ જોઈને ખુશી થઈ રહી છે કે, કેનેડિયન ઉદ્યમો અને ભારત વચ્ચે ગતિવિધિ ચાલુ છે. આ ઉપરાંત અમે સ્વતંત્ર રીતે થઈ રહેલી તપાસ અંગે પણ ઉત્સાહિત છીએ. મંત્રીના નિવેદન પહેલા કેનેડાના સસ્કેચેવાન પ્રાંતના પ્રમુખ સ્કોટ મો એ ભારતની મુલાકાત લીધી હતી. તેનાથી સંકેત મળી રહ્યા છે કે બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને મજબૂત કરવા માટે ફરીથી વાતચીત શરૂ થઈ ચૂકી છે. અગાઉ ઓન્ટારિયોના આર્થિક વિકાસ, નોકરી સર્જન અને વેપાર મંત્રી વિક્ટર ફેડેલી પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર પણ ભારત આવી ચૂક્યા છે.
કેનેડિયન મંત્રીએ કહ્યું કે, હું ભારત સાથે વ્યાપાર કરી રહેલા કેનેડિયનોને ખૂબ જ સ્પષ્ટ કરી ચૂકી છું. તેઓ અમારા પર વિશ્વાસ કરી શકે છે. અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું અને તે આગળ પણ ચાલુ જ રહેશે. કેનેડિયન મંત્રીએ કહ્યું. શુક્રવારે ટોરોન્ટોમાં એક મીડિયા ઈવેન્ટ દરમિયાન ઓટાવામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, બંને દેશો ઈપીટીએના નિષ્કર્ષની ખૂબ જ નજીક છે પરંતુ કેનેડિયન પક્ષે અચાનક તેના પર વિરામ લગાવી દીધો.
Related Articles
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, ભારતવિરોધી 'સૂત્રો' લખી ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ મચાવી
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, ભાર...
Jul 23, 2024
સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો દિલજીત દોસાંઝ અને અચાનક પહોંચ્યા વડાપ્રધાન
સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો દિલજીત દો...
Jul 15, 2024
કેનેડાના ટોરેન્ટોમાં 52મી જગન્નાથ રથયાત્રા, 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા
કેનેડાના ટોરેન્ટોમાં 52મી જગન્નાથ રથયાત્...
Jul 14, 2024
કેનેડામાં વોટરપાર્કમાં 12 યુવતી સહિત સગીરાઓની છેડતી કરનાર ભારતીય છેડતીની ધરપકડ
કેનેડામાં વોટરપાર્કમાં 12 યુવતી સહિત સગી...
Jul 13, 2024
23 વર્ષના પાટીદાર યુવકનું કેનેડામાં મોત: મૃતદેહ વતન મોકલવા મિત્રોએ ચલાવ્યું અભિયાન
23 વર્ષના પાટીદાર યુવકનું કેનેડામાં મોત:...
Jul 12, 2024
કેનેડા સરકારે યુએસ H-1B વિઝા ધારકો માટે વર્ક પરમિટના નિયમોમાં ફેરફાર, અનેક ભારતીયોને ફાયદો
કેનેડા સરકારે યુએસ H-1B વિઝા ધારકો માટે...
Jul 03, 2024
Trending NEWS
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722009167.7.jpg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008995.26NAV09.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008782.01.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008720.2.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008671.3.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008609.4.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008547.6.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008421.05.jpg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721931396.mumbai.jpeg)
25 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721889254.m.jpg)
25 July, 2024