પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી હત્યાનો પ્રયાસ, આરોપીની ધરપકડ

September 16, 2024

જગત જમાદાર એવા અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એકવાર ફરીથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રવિવારે ફ્લોરિડામાં તેઓને મારવાનો પ્રયાસ થયો હતો. જેમાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો છે.

આ આખા મામલામાં 58 વર્ષીય એક શંકાસ્પદને સિક્રેટ સર્વિસના એજન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોર પાસેથી એકે-47 રાઈફલ જપ્ત કરવામાં આવી છે. જેમાં એક સ્કોપ અને પ્રો-કેમેરા ફિટ કરેલો હતો. અગાઉ પણ ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ થયો હતો.

આરોપી રાઉથના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મળેલી જાણકારી પ્રમાણે આ શખ્સે નોર્થ કેરોલિનાની એગ્રિકલ્ચર એન્ડ ટેક્નિકલ યુનિવર્સિટીમાં ભણતર પૂર્ણ કર્યું હતું. મશીનરી માઈન્ડેડ અને ન્યૂ ઈન્વેન્શન અને વિચારોના સમર્થક જણાવ્યું છે. રાઉથે વર્ષ-2018થી હવાઈમાં રહી રહ્યો છે

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોનો જૂનો ટેકેદાર રહ્યો છે. તેને વર્ષ-2019થી જેમોક્રેટિક ઉમેદવારોને ડોનેશન આપ્યું છે. ચૂંટણી પંચે ફાઈલિંગ અનુસાર તેને સપ્ટેમ્બર-2020માં ફંડરેજિંગ પ્લેટફોર્મ એક્ટબલૂને 140 ડોલરનું દાન કર્યું હતું.