કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ

September 16, 2024

કેનેડામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપ સર્વેક્ષણ સેન્ટર તરફથી અપાયેલી જાણકારી પ્રમાણે આ ધરતીકંપ પોર્ટ મેકનીલના તટે આવ્યો હતો. જેની રિકટર સ્કેલ ઉપર તીવ્રતા 6.6 નોંધાઈ હતી. અમેરિકાના નેશનલ સુનામી કેન્દ્ર અનુસાર ભૂકંપ બાદ સુનામીના ખતરાની કોઈ ચેતવણી નથી. ભૂકંપનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર તળિયાથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની ડિઝાઈન સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર આવેલી છે. આની નીચે તરલ પદાર્થ લાવા છે અને આની પર ટેક્ટોનિક પ્લેટસ તરતા રહે છે. ઘણીવાર આ પ્લેટ્સ પરસ્પર અથડાતી હોય છે. વારંવાર અથડાતા ઘણીવાર પ્લેટસના ખૂણા વળી જતા હોય છે, અને વધુ દબાણ પડવાથી આ પ્લેટ્સ તૂટવા લાગે છે. આવામાં નીચેથી ઊર્જા બહાર જવા રસ્તો શોધતી હોય છે. જ્યારે આનાથી ડિસ્ટર્બન્સ વધતા ભૂકંપ આવે છે.