PLમાં સતત ચોથા વર્ષે રમશે ભાવનગરનો ખેલાડી; હજુ બે ખેલાડી ઓક્શનમાં

December 19, 2023

ભાવનગરના ખેલાડી ચેતન સાકરીયાને કોલકાતાની ટીમે રૂ.પ૦ લાખમાં ખરીદ્યો
ભાવનગર- ઈન્ડીયન પ્રિમીયર લીગ-૨૦૨૩માં ભાવનગરના એક ખેલાડીને સ્થાન મળ્યુ છે તેથી ભાવનગરવાસીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ વર્ષે પણ ભાવનગરનો એક ખેલાડી આઈપીએલમાં રમતા જોવા મળશે. સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના ખેલોડીએ ગૌરવ વધાર્યુ છે. ગત વર્ષે ભાવનગરના બે ખેલાડીઓને આઈપીએલમાં સ્થાન મળ્યુ હતું. 26 વર્ષિય ચેતન સાકરિયા ભારતના બોલર છે. તેઓ ડાબા હાથેથી બેટિંગ કરે છે. તેમણે IPL-2023માં કુલ 19 મેચ રમી છે.
ભાવનગરનો ક્રિકેટ ખેલાડી ચેતન સાકરીયા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે. ખેલાડી ચેતન સાકરીયા સતત ચોથા વર્ષે આઈપીએલ રમશે, ભાવનગર શહેરની નજીક આવેલ વરતેજ ગામે ચેતન રહે છે. આજે મંગળવારે ઈન્ડીયન પ્રીમીયર લીગ-ર૦ર૩નુ ઓક્શન હતું, જેમાં જુદી જુદી ટીમના માલિકો દ્વારા સારા ખેલાડીઓને પોતાની ટીમમાંથી રમવા માટે ખરીદવામાં આવ્યા હતા એટલે કે કરાર કરવામાં આવ્યા હતાં. આઈપીએલના ઓક્શનમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાને કોલકાતા(કેકેઆર)ની ટીમે રૂ. ૫૦ લાખમાં ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દિલ્હી કેપીટલ્સની ટીમે ચેતનને રૂ. ૪.૨૦ કરોડની બોલી લગાવી ખરીદ્યો હતો અને બે વર્ષ પૂર્વે ચેતનને રાજસ્થાન રોયલ્સની ટીમે રૂ. ૧.૨ કરોડની બોલી બોલી ખરીદ્યો હતો. બે વર્ષ પૂર્વે રાજસ્થાનની ટીમમાંથી રમતા સુંદર દેખાવ કર્યો હતો અને ત્યારબાદ તેની ભારતની ઈન્ટરનેશનલ ટીમમાં પણ પસંદગી હતી.


ક્રિકેટ ખેલાડી ચેતન સાકરીયા આશરે ૧૩ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો અને ભાવનગર શહેરની સર ભાવસિંહજી ક્રિકેટ કલબમાં નિયમીત કોચીંગ લેતો હતો. ક્રિકેટ કલબના સિનીયર ખેલાડીઓ દ્વારા તેને કોચીંગ આપવામાં આવતુ હતું. ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેણે રમવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. તે આઈપીએલ-૨૦૨૦માં આરસીબીની ટીમનો નેટ બોલર હતો, જેમાં તેને કેટલાક ઈન્ટરનેશનલ ક્રિકેટર સાથે પ્રેકટીસ કરવા મળી હતી તેથી તેનો સારો અનુભવ મળ્યો હતો. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે આવેલ એમઆરએફની ક્રિકેટ એકેડેમીમાં તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા પાસે તાલીમ લીધી હતી તેથી તેને ઘણુ શીખવા મળ્યુ હતું.