લેબનોનમાં અનેક સ્થળે પેજર બ્લાસ્ટ, ઈરાનના રાજદૂત સહિત 1000ને ઈજા
September 17, 2024
બેરૂત- લેબનોનમાં સીરિયલ બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં પેજર બ્લાસ્ટ થવાના કારણે ઈરાનના રાજદૂત સહિત 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્તોમાં હિઝબુલ્લાના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ છે. ઈરાનની મેહર સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પણ ઈજાગ્રસ્ત થયા છે.
લેબનોનથી મળતા અહેવાલો મુજબ, દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂત, દમાસ્કસ સહિત ઘણા સ્થળો પર સીરિયલ બ્લાસ્ટ થયા છે, જેમાં હિઝબુલ્લાના અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટમાં કેટલાક લોકોના મોત થયા, તેની હજુ કોઈ વિગતો સામે આવી નથી. એવું કહેવાય છે કે, કોમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે તમામ પેજરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો. હિઝબુલ્લાહે તેના તમામ સભ્યોને તેમના પેજર તાત્કાલિક કાઢી નાખવા સૂચના આપી છે. આ ઘટનાને ગુપ્તચર તંત્રના ઈતિહાસની સૌથી ગંભીર ચૂક તરીકે જોવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે, સ્થાનિક સમય મુજબ આ ઘટના 3.45 કલાકે થઈ હતી અને એક પછી એક બ્લાસ્ટ થયા હતા. અનેક સ્થળે વિસ્ફોટો થયા બાદ ભારે અફરાતફરી મચી છે.
એવા અહેવાલ સામે આવ્યા છે કે, લગભગ એક કલાક સુધી અનેક સ્થળોએ પેજર વિસ્ફોટ થયા હતા. આ ઉપકરણમાં કેવી રીતે વિસ્ફોટ કરવામાં આવ્યો, તેનું કારણ હજુ સામે આવ્યું નથી. દક્ષિણ લેબનોન સ્થિત હોસ્પિટલના વડા હસન વાઝનીએ જણાવ્યું કે, લગભગ 40 ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. આ લોકોને ચહેરા, આંખો અને અંગો પર ઇજાઓ સામેલ છે.
Related Articles
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું ભારત, કહ્યું- 'અમે ખુબ ચિંતિત, આ રીતે ઉકેલ લાવો...'
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું...
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્ફોટ, પોલીસ તપાસ શરૂ
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્...
Oct 02, 2024
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેં...
Oct 02, 2024
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું...
Oct 02, 2024
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ, પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એ...
Oct 02, 2024
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકા એલર્ટ
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અ...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024